ગાંધીનગર : આરોગ્ય વિભાગની સજ્જતા Biperjoy અંગે જરૂરી દવાઓ તથા અન્ય સામગ્રીના જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં અને કચ્છમાં 521 જેટલા પી.એચ.સી., સી.એચ.સી., હોસ્પિટલને આરોગ્ય-રક્ષક દવા, સાધનો, જનરેટરથી સજ્જ કરવામાં આવ્યા છે. પૂર સંભવિત વિસ્તારોમાં 157 (108) એમ્બ્યુલન્સ સેવાઓ સહિત કુલ 239 એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ છે. કચ્છમાં સંભવિત વિકટ સ્થિતીમાં આરોગ્ય સુવિધા જાળવી રાખવા 4 સી.ડી.એચ.ઓ – 15 મેડિકલ ઓફિસર-સંયુકત પશુપાલન નિયામક ફરજરત કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રના છ જિલ્લામાં જ્યાં વધારે અસર થવાની Biperjoy છે ત્યાં બધી સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોના સ્ટાફને અને નર્સિંગ સ્ટાફને ખડે પગે રહેવા કહી દેવાયું છે. બધાની રજાઓ રદ કરી દેવામાં આવી છે. હોસ્પિટલોમાં દવાઓના ડબલ સ્ટોક પૂરો પાડવામાં આવ્યો છે. તેની સાથે સર્જન હોય તેવા ડોક્ટરોને હોસ્પિટલમાં જ અથવા તો હોસ્પિટલની જોડેના ક્વાર્ટરમાં રહેવા કહેવાયું છે, જેથી તે તાત્કાલિક આવી શકે.
ફક્ત સરકારી હોસ્પિટલો જ નહીં જરૂર પડી તો Biperjoy ખાનગી હોસ્પિટલોને જ પહોંચી વળવા માટે તૈયાર રહેવા જણાવાયું છે. ઇન્જેક્શનો અને દવાઓના કાળા બજાર ન થાય તેના પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલોના સહાયક સ્ટાફને પણ ત્યાં મોકલી આપવામાં આવ્યો છે. વીજ પુરવઠો જતો રહે તેવી સ્થિતિમાં પણ હોસ્પિટલોનું કામકાજ બંધ ન થાય તે માટે ઇન્વર્ટર સહિતના સાધનો પૂરા પાડવામાં આવ્યા છે જેથી હોસ્પિટલો વીજળી વગરની સ્થિતિમાં પણ તેમનું કામકાજ અસરકારક રીતે જારી રાખી શકે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પોતે હાજર Biperjoy છે ત્યારે આરોગ્યને લગતી બધી વિગતો અપ-ટુ-ડેટ રાખવામાં આવી છે. વાવાઝોડા પછી આવતી બીમારીઓ પણ ઝડપથી ન ફેલાય તે માટે છંટકાવ કરવાની દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં રાખવામાં આવ્યો છે. તેની જોડે બાળ રોગ નિષ્ણાતો, સ્ત્રી રોગ નિષ્ણાતો, પશુ રોગ નિષ્ણાતોની સાથે વિવિધ પ્રકારના સર્જનોને સાબદા રહેવા માટે કહેવાયું છે.
આ પણ વાંચોઃ Cyclone Biparjoy/જો તમે ચક્રવાતના ડેન્જર ઝોનમાં ફસાયેલા છો તો જાણો શું કરવું,શું ન કરવું
આ પણ વાંચોઃ હિતકારક નિર્ણય/ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખેડૂતો પાસેથી ખરીદીની તારીખ મહિનો લંબાવાઈ
આ પણ વાંચોઃ Cyclone Biparjoy Track/ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું, જાણો કયા રાજ્યમાં ક્યારે આપશે દસ્તક
આ પણ વાંચોઃ cyclone/5 વર્ષમાં ચોથું ચક્રવાત, અચાનક જ વિનાશના તોફાનો કેમ વધ્યા ગુજરાત તરફ?
આ પણ વાંચોઃ સમીક્ષા/CM ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યાઃ કેબિનેટ બેઠક રદ

