સમીક્ષા/ CM ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યાઃ કેબિનેટ બેઠક રદ

બિપરજોય ગુજરાતના કાંઠે ત્રાટકવાના આરે છે ત્યારે ગાંધીનગરમાં આજની કેબિનેટ બેઠક રદ કરી દેવામાં આવી છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચી ગયા છે. તે ત્યાં પહોંચીને સૌરાષ્ટ્રના દરેક જિલ્લા અને કચ્છની પળેપળની અપડેટ મેળવી રહ્યા છે.

Top Stories Gujarat
CM Rain 3 CM ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યાઃ કેબિનેટ બેઠક રદ

ગાંધીનગરઃ બિપરજોય ગુજરાતના કાંઠે ત્રાટકવાના આરે છે CM Patel-State Emergency centre ત્યારે ગાંધીનગરમાં આજની કેબિનેટ બેઠક રદ કરી દેવામાં આવી છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચી ગયા છે. તે ત્યાં પહોંચીને સૌરાષ્ટ્રના દરેક જિલ્લા અને કચ્છની પળેપળની અપડેટ મેળવી રહ્યા છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ હવે પોતે જ સ્ટેટ ઇમરજન્સી બેઠકમાં CM Patel-State Emergency centre વાવાઝોડાને પહોંચી વળવાની તૈયારીઓની સમીક્ષા કરવાના છે. રાજ્યના દ્વારા વાવાઝોડાની આફતનો સામનો કરવા માટે સરકારી તંત્રના દરેકે દરેક વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે. સરકારી તંત્રનું પહેલું લક્ષ્યાંક તો વાવાઝોડાના લીધે કોઈપણ જાનહાનિ ન થાય તેનું છે. બીજું લક્ષ્યાંક શેલ્ટર હોમમાં રાખવામાં આવેલા લોકો માટે ફૂડ પેકેટથી લઈને પાણીની વ્યવસ્થા રાખવાનું છે. તેની સાથે વીજળી ગયા પછી તેને કેટલી ઝડપથી પૂર્વવત્ કરવામાં આવશે તેની પણ તૈયારીની સમીક્ષા કરવાના છે.

મુખ્યમંત્રી આજે વાવાઝોડાને પગલે રાજ્યની સંભવિત સ્થિતિને લઈ CM Patel-State Emergency centre સમીક્ષા બેઠક યોજશે. જેમાં રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર અને રાહત કમિશનર આલોક પાંડે, અવંતિકા સિંઘ સહિતના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર. આ સાથે રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સથી સમીક્ષા કરશે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં મોકલવામાં આવેલી એનડીઆરએફની CM Patel-State Emergency centre ટીમોની તૈયારીઓની સુધ પણ તે લેશે. જરૂર પડે તો વધુ ટીમો મોકલવાની પણ તેમની તૈયારી છે. જો કે તેમના માટે રાહતરૂપ વાત એ છે કે કચ્છની જવાબદારી મહદઅંશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઉપાડી લીધી છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તેમણે જરૂર પડે તો ભારતીય લશ્કર, નૌકાદળ, કોસ્ટ ગાર્ડ અને હવાઇદળને પણ કામે લગાડવાની તૈયારી બતાવી છે. હાલમાં તો લશ્કરની આ ત્રણેય પાંખને એલર્ટ કરી દેવામાં આવી છે. આર્મીની મેડિકલ ટીમ, એમ્બ્લુયન્સો, જરૂર પડે તો એર એમ્બ્યુલન્સ, વિવિધ હોસ્પિટલો, શેલ્ટર હોમ્સ વગેરે તૈયાર રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ બિપરજોય/ સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સ્થિતિ બેકાબૂ બને તેવી સંભાવના

આ પણ વાંચોઃ બિપરજોય-વરસાદ/ બિપરજોય ચોમાસા પર અસર નહી કરેઃ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર

આ પણ વાંચોઃ આગેવાની/ કચ્છમાં વાવાઝોડા સામે લડવાનું સુકાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સંભાળ્યું

આ પણ વાંચોઃ Biparjoy In Gujarat/ ‘બિપરજોય’નો વધતો પ્રકોપ, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 37,800 લોકોનું કરાયું સ્થળાંતર

આ પણ વાંચોઃ ફરી વધ્યો બિપજોયનો ખતરો!/ ગુજરાતમાં થઈ શકે છે ભયંકર તબાહી, ચોમાસા પર પણ પડશે અસર?