બિપરજોય-વરસાદ/ બિપરજોય ચોમાસા પર અસર નહી કરેઃ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર

બિપરજોય વાવાઝોડા વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે બિપરજોય વાવાઝોડું ચોમાસાના પ્રવાહથી એકદમ છૂટું પડી ગયું છે. આનો સીધો અર્થ એમ થયો કે હવે વરસાદ સર્જવા માટેની જરૂરી સિસ્ટમ કે પછી તેના વર્તમાન પ્રવાહ પર કોઈ પ્રતિકૂળ અસર જોવા નહી મળે.

Gujarat Trending
Bipperjoy 7 બિપરજોય ચોમાસા પર અસર નહી કરેઃ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર

બિપરજોય વાવાઝોડા વચ્ચે હવામાન વિભાગે Bipperjoy-Rain રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે બિપરજોય વાવાઝોડું ચોમાસાના પ્રવાહથી એકદમ છૂટું પડી ગયું છે. આનો સીધો અર્થ એમ થયો કે હવે વરસાદ સર્જવા માટેની જરૂરી સિસ્ટમ કે પછી તેના વર્તમાન પ્રવાહ પર કોઈ પ્રતિકૂળ અસર જોવા નહી મળે.

હવામાન વિભાગના વડા મૃત્યુંજન મહાપાત્રાએ Bipperjoy-Rain જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડાએ અરબ સાગરમાં ભૂમધ્ય રેખા પર પ્રવાહ વધારીને દ્વીપકલ્પના દક્ષિણ ભાગોમાં ચોમાસને આગળ વધારવામાં મદદ કરી છે. આમ આ વાવાઝોડું ચોમાસાને આગળ ખેંચી લાવ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો મોડા પડેલા ચોમાસાને નિયમિત કરવામાં વાવાઝોડાએ મદદ કરી છે.

ઉલ્લેખનીય છે કે ચોમાસુ તેના સામાન્ય સમયપત્રકના Bipperjoy-Rain લગભગ એક અઠવાડિયા પછી આઠ જૂને ભારતમાં કેરળ પહોંચ્યું હતું. રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે કેરળમાં ચોમાસાના વિલંબનો અર્થ એવો થતો નથી કે ઉત્તર પશ્ચિમ ભારતમાં પણ ચોમાસાની શરૂઆતમાં વિલંબ થાય. આમ તેથી વરસાદ પર ખાસ અસર પડે તેમ નથી. વૈજ્ઞાનિકોએ અગાઉ કહ્યું હતું કે સાયક્લોને ભેજ અને સંવહન ખેંચ્યુ છે અને તેના કારણ તેણે ચોમાસાની તીવ્રતાને અસર કરી છે. આમ કેરળમાં ચોમાસાના વરસાદમાં વિલંબ થયો છે.

Bipperjoy 6 બિપરજોય ચોમાસા પર અસર નહી કરેઃ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર

જો કે બિપરજોય વાવાઝોડું ગુજરાતમાં મોટા પાયા પર વિનાશ Bipperjoy-Rain  વેરે તેમ માનવામાં આવે છે. હવામાન વિભાગ તેને લઈને સતત અપડેટ આપી રહ્યું છે. બિપરજોય હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં કેટલી તીવ્રતાથી ત્રાટકશે તે જોવાનું રહે છે. વાવાઝોડાનો ઘેરાવો જ 250 કિ.મી.નો છે. તેની ઝડપ પ્રતિ કલાક 150થી 160ની છે. તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે તેની તીવ્રતા કેટલી હશે.

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં Bipperjoy-Rain આવી છે. જેમાં બિપોરજોય વાવાઝોડાના કારણે વરસાદની આગાહી થઇ છે. તેમાં આગામી 4 દિવસ રાજ્યમાં ઠેર ઠેર વરસાદની આગાહી થતા ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઇ છે.

 

આ પણ વાંચોઃ આગેવાની/ કચ્છમાં વાવાઝોડા સામે લડવાનું સુકાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સંભાળ્યું

આ પણ વાંચોઃ Biparjoy In Gujarat/ ‘બિપરજોય’નો વધતો પ્રકોપ, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 37,800 લોકોનું કરાયું સ્થળાંતર

આ પણ વાંચોઃ ફરી વધ્યો બિપજોયનો ખતરો!/ ગુજરાતમાં થઈ શકે છે ભયંકર તબાહી, ચોમાસા પર પણ પડશે અસર?

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ ક્યાં અને ક્યારે લેન્ડફોલ કરશે ચક્રવાત બિપરજોય, કયા સ્થળોને થશે અસર, જાણો તમામ મહત્વની બાબતો

આ પણ વાંચોઃ મોટી જવાબદારી/ કેન્દ્ર સરકારે મહત્વના વિભગામાં કર્યા મોટા ફેરફાર,ગુજરાત કેડરના નિવૃત IASને સોંપાઇ આ જવાબદારી