રાજકોટના વિકાસ માટે સરકાર તેમજ તંત્ર સતત કાર્યરત રહેવા છતાં સ્માર્ટ સિટીના રેન્કિંગમાં ભલે પાછળ આવ્યું પરંતુ હજુ પણ સરકારનું લક્ષ્ય રાજકોટના વિકાસને સતત આગળ ધપાવવાનું છે.રાજકોટના જામનગર રોડ પર ખંઢેરી ગામ નજીક 201 એકર જમીનમાં 1195 કરોડના ખર્ચે એઈમ્સ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. જેના ઉપલક્ષમાં રાજકોટ કલેકટર કચેરીમાં કલેકટર રેમ્યા મોહનના ઉપસ્થિતિમાં એક ખાસ મિટીંગ મળી હતી જેમાં એઈમ્સ હોસ્પિટલની સારવાર સામાન્ય દર્દીઓને મળે તે માટે ખાસ સૂચનો કરવામાં આવ્યા હતા.જે અંતર્ગત એઇમ્સ હોસ્પિટલ સુધી સામાન્ય દર્દીઓ સરળતાથી પહોંચી શકે તે માટે ખંઢેરી રેલવે સ્ટેશનને વિકસાવવામાં આવશે તેમજ હિરાસર એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવે તેવી વધુમાં ચર્ચા કરવામાં આવી હતી.
રાજકોટ / રાજકોટમાં ફાયરસેફ્ટી વિભાગ લાલઘૂમ, એનોસી રીન્યુ કરાવવા આ 20 …
આજરોજ રાજકોટ કલેકટર કચેરી ખાતે એઈમ્સના વિકાસ મુદ્દે મળેલી બેઠકમાં કલેકટર રેમ્યા મોહન, મનપા કમિશનર ઉદિત અગ્રવાલ અને એઈમ્સ હોસ્પિટલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક અંતર્ગત સામાન્ય દર્દીઓને પણ હોસ્પિટલ સુધી સરળતાથી પહોંચી શકાય તે પ્રકારની કનેક્ટિવિટી માટેની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ હાલમાં ખંડેરી રેલ્વે સ્ટેશન છે તેનો વિકાસ કરવામાં આવશે તેમજ આ રેલવે સ્ટેશનથી ટ્રેન મારફતે દર્દીઓને પહોંચવામાં સરળતા રહે તે પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ બેઠક અંતર્ગત એઇમ્સ હોસ્પિટલમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ની સુવિધા પણ વિકસાવવામાં આવશે તેવી ચર્ચા કરવામાં આવી હતી.

Pakistan / અબકી બાર, પાકિસ્તાન મેં મહેંગી સરકાર, રોજિંદી વસ્તુઓના ભાવમા…
રાજકોટ એઈમ્સ હોસ્પિટલના ડેપ્યુટી ડાયરેક્ટર સિંહાએ જણાવ્યું હતું કે એમ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવે છે પરંતુ રાજ્ય સરકાર પણ તેમાં વિકાસ માટે પોતાનું યોગદાન આપશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે થયેલા કરાર પ્રમાણે પાણી વીજળી સહિતની વ્યવસ્થા અહીં કરવામાં આવશે. પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન એ હતો કે આ હોસ્પિટલમાં સામાન્ય લોકો પોતાનું વાહન ન ધરાવતા હોય ત્યારે સરળતાથી કઈ રીતે પહોંચી શકશે. આ માટે તેઓને ખાનગી વાહનની વ્યવસ્થાનો લાભ લેવાના બદલે એમ્સ હોસ્પિટલમાં ઈલેક્ટ્રીક કારની સુવિધા કરવામાં આવશે તેમજ રોડ રસ્તા પહોળા કરવામાં આવશે તેવી ચર્ચા કરવામાં આવી છે.
Bardoli / ફ્લાય ઓવર બ્રિજની માંગણી નહી સ્વીકાર્ય તો હવે આ ગામના લોકો ક…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
