આર્થિક રીતે પડી ભાંગેલા અને લોન લઈને દેવું ભરી રહેલા પાકિસ્તાનમાં ફુગાવો ચરમસીમાએ પહોંચ્યો છે. લોકોને રોજિંદી વસ્તુ ખરીદવા માટે પણ સામન્ય કરતા વધુ ભાવ ચુકવવા પડી રહ્યો છે. તો આવો જાણીએ પાકિસ્તાનમાં મોંઘવારીનો કેવો છે માહોલ.
- પાકિસ્તાનમાં મોંઘવારી રેકોર્ડ બ્રેક
- ઈમરાનની સરકાર મોંઘવરી નાથવામાં ફેઈલ
- રોજિંદી વસ્તુઓના ભાવ અનેક ગણાં વધારે
- અનપેક્ષિત ભાવથી લોકો પરેશાન
નવા પાકિસ્તાનનો નારો આપનારા વડાપ્રધાન ઇમરાન ખાન ખાંડના ભાવ ઘટાડ્યાના દાવા કરી ચૂક્યા છે અને પોતાની પીઠ થાબડી ચૂક્યા છે, પણ વાસ્તવિકતા એ છે કે પાક.માં મોંઘવારીએ બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. અનપેક્ષિત મોંઘવારીથી લોકો પરેશાન છે. સામાન્ય ચીજ વસ્તુના ભાવ આસમાને પહોંચી જતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તો આવો જાણીએ પાકિસ્તાનમાં કઈ વસ્તુના કેટલા ભાવ છે.
વસ્તુ ભાવ (કિલો/નંગમાં)
ખાંડ રૂ. 140
ઘઉં રૂ. 60
આદુ રૂ. 1 હજાર
ઈંડા રૂ 30 પ્રતિ નંગ
પાકિસ્તાનની 25%થી વધુ વસતિ ગરીબીરેખાની નીચે જીવે છે. તેઓ ભોજનમાં ઇંડાંનો વ્યાપક ઉપયોગ કરે છે. પાકિસ્તાનમાં આ વર્ષે ઘઉંના ભાવે પણ રેકોર્ડ તોડી નાખ્યા છે. ઘઉં 40 કિલોના 2,400 રૂ. (60 રૂપિયે કિલો)ના ભાવે વેચાઇ રહ્યા છે. ગત ડિસેમ્બરમાં ઘઉંનો ભાવ 40 કિલોના 2,000 રૂ. થઇ ગયો હતો ત્યારે દેશમાં સ્થિતિ વધુ ખરાબ દેખાવવા લાગી હતી, પણ તે રેકોર્ડ આ વર્ષે ઓક્ટોબરમાં જ તૂટી ગયો. બીજી તરફ, પાકિસ્તાનમાં નવા વર્ષથી ગેસનું સંકટ પણ સર્જાશે. દેશમાં ગેસ સપ્લાઇ કરતી કંપની સુઇ નોધર્ન દૈનિક 500 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક ફીટ ગેસની અછત સામે ઝઝૂમશે. ઇમરાન સરકારે સમયસર ગેસ ન ખરીદ્યો એનું પરિણામ હવે દેશની જનતાએ વેઠવું પડશે.
PM MODI / ખેડૂત દિવસે પ્રધાનમંત્રી મોદીએ ચૌધરી ચરણસિંહને આ શબ્દોમાં પા…
રાજકોટ / આખરે તંત્રનું નક્કર તરફ પ્રયાણ, ફાયર એનાઓસી મેળવ્યા વિના દર્…
Gujarat / આ તારીખથી ગુજરાત હાઈકોર્ટના જજીસ ઘરે બેસીને કેસની સુનાવણી કર…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
