સોમવારે દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે તે નક્કી કરવા માટે સાંસદો અને ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવાની રેસમાં એનડીએ તરફથી દ્રૌપદી મુર્મુ અને વિપક્ષ તરફથી પૂર્વ નાણામંત્રી યશવંત સિંહા છે. આ ચૂંટણીનું પરિણામ 21 જુલાઈએ આવશે. પરિણામમાં જે ઉમેદવારની પસંદગી થશે તે 25 જુલાઈના રોજ પદના શપથ લેશે.રાજકીય ગરમાવો અને આક્ષેપ-પ્રતિ આક્ષેપો વચ્ચે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કુલ 4809 મતોમાંથી 4,796 મત પડ્યા હતા. એટલે કે કુલ 13 સભ્યો (સાંસદ અને ધારાસભ્યો)એ પોતાનો મત આપ્યો ન હતો. મતલબ કે કુલ 99 ટકા મતદાન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મંત્રીઓ અને સાંસદોએ સંસદ ભવનમાં મતદાન કર્યું હતું.
8 સાંસદો જેમણે મતદાન કર્યું ન હતું
1. અતુલ સિંહ (જેલમાં)
2. સંજય ધોત્રે (ICU માં)
3. સની દેઓલ (વિદેશમાં ઓપરેશન માટે)
4. ગજાનન કીર્તિકર
5. હેમંત ગોડસે
6. ફઝલુર રહેમાન
7. સાદિક મોહમ્મદ
8. ઈમ્તિયાઝ જલીલ
આ સિવાય કેટલાક ધારાસભ્યોએ પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કર્યું ન હતું.
