Rajkot News/ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ક્લાર્ક 2 લાખની લાંચ લેતા પકડાયા

એસીબીએ “જલદિપ” 2/16 વાણીયાવાડી, રાજકોટ શહેરથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Top Stories Gujarat Rajkot

Rajkot News: લાંચ (Bribe) કામના ફરિયાદી આરોપીની (ગુણવંતરાય ચુનીલાલ ખીરા) ગાયત્રી હાઇસ્કુલમાં ફરજ બજાવી નિવૃત થયેલ હોય તેઓના મોંઘવારીના 53% મુજબ એરીયર્સ બિલની રકમ તથા રજા રોકડ રૂપાંત્તરની રકમ મળી કુલ આશરે રૂપિયા 12,15,000 ની રકમ પોતાની ઝડપથી મળે તે હેતુથી આરોપી મળતા આરોપીઓએ રૂપિયા 3,00,000 નો વહીવટ કરવો પડશે.

જે રકઝકના અંતે રૂપિયા 2,00,000 ઘરે આપી જવાનો વાયદો કર્યો હતો. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, જેથી ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી ગુણવંતરાય ચુનીલાલ ખીરા (શાળાનો મેેનેજીંગ ટ્રસ્ટી) પંચ-1 ની હાજરીમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસેથી આરોપી ગુણવંતરાય ચુનીલાલ ખીરા રૂપિયા 2,00,000 ની ગેરકાયદેસર લાંચની રકમ માંગી આરોપી ધર્મેન્દ્રભાઇ ભાનુશંકરભાઇ ખીરા (ક્લાર્ક)ની હાજરીમાં સ્વીકારી બંન્ને આરોપીઓએ ગુનાહીત ગેરવર્તણુંક આચરી સ્થળ ઉપરથી પકડાઇ ગયા હતા. એસીબીએ “જલદિપ” 2/16 વાણીયાવાડી, રાજકોટ શહેરથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોરબીમાં અરજી નિકાલ માટે 2.30 લાખની લાંચ માંગતા હેડ કોન્સ્ટેબલ ACBનાં ઝબ્બે

આ પણ વાંચો:પ્રાંતિજ મામલતદાર કચેરીનો પ્યુન બે હજારની લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો:લોકઅપમાં નહી બેસાડલા માટે 8 હજારની લાંચ લેતા ASI અને હેડ કોન્સ્ટેબલ ઝડપાયા