Not Set/ ઉત્તરપ્રદેશમાં ચૂંટણી બાદ કેન્દ્રીય નેતૃત્વ અને ધારાસભ્યો નક્કી કરશે કોણ બનશે મુખ્યમંત્રી : કેશવ પ્રસાદ મૌર્ય

ચૂંટણી યુપીમાં આગામી વર્ષમાં યોજાનારી છે તેમાં ભાજપની તરફેણમાં જ પરિણામો આવશે એવો દાવો નાયબ મુખ્યમંત્રી કેશવ મોર્યે કર્યો છે.

Top Stories
ચૂંટણી

ચૂંટણી આગામી વર્ષમાં યોજાનારી છે તેમાં ભાજપની તરફેણમાં જ પરિણામો આવશે. 2022ની વિધાનસભાની ચૂંટણી બાદ 2024ની લોકસભાની ચૂંટણી યોજાવાની છે દિલ્હીનો રસ્તો યુપી થઇને જાય છે . ઉત્તરપ્રદેશની ચૂંટણી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં લડવામાં આવશે તેમ જણાવીને તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે મુખ્યમંત્રીનો નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ અને ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા કરવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં 2022 માં તેમની ભૂમિકા વિશે પૂછેલા સવાલના જવાબમાં કહ્યું કે તેઓ સ્પીકર નથી પરંતુ 2022 માં તેમની જવાબદારી સ્પીકર કરતા ઓછી નહીં હોય અને કહ્યું, “અમે નાયબ મુખ્યમંત્રી, યોગીજી મુખ્યમંત્રી તરીકેઅને  સ્વતંત્રદેવ સિંહ પ્રદેશ પ્રમુખ તરીકે અને ડો.દિનેશ શર્મા નાયબ મુખ્યમંત્રી તરીકે છીએ. 2017 ની સરખામણીમાં ભાજપની ટીમ વધુ સક્ષમ બની છે

મૌર્યએ દાવો કર્યો હતો કે 2022 માં ભાજપ 300 નો બેઠકો પાર કરી જશે. અમે માનીએ છીએ કે 2022 ની ચૂંટણીઓ અને 2024 ની ચૂંટણીઓ એકબીજાને મદદરૂપ સાબિત થશે. તેથી જ 2022 ની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો એટીચોટીનો જોર લગાવીને લડશે અને ભાજપને જીતાડશે.  જ્યારે ચૂંટણીની મોસમ આવે છે, ત્યારે તેઓ વિરોધ પક્ષો સક્રિય થઈ જાય છે. કોઈની પારિવારિક મર્યાદા હોય છે, કોઈની જાતિની મર્યાદા હોય છે, કોઈની તુષ્ટિકરણની મર્યાદા હોય છે અને કોઈની પાસે ગુનેગારો અને ગુંડાઓને સાથે લઈ જવાની મર્યાદા હોય છે, પરંતુ બધા માટે વિકાસનું લક્ષ્ય ભારતીય જનતા પાર્ટીનું છે. ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને અમારી પાસે સૌથી મોટા નેતાનું માર્ગદર્શન છે. બાકીની પાર્ટીઓમાં તેનો અભાવ છે.

તેમણે કહ્યું કે આદિત્યનાથ મુખ્યમંત્રી છે અમે બધા માની રહ્યા છે પરતું 2022ના પરિણામો આવશે ત્યારે યુપીના મુખ્યમંત્રી કોણ હશે તે નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ કરશે અને જે નિરીક્ષકો આવશે તે નક્કી કરશે, સાથે વિધાનસભાના ધારાસ્ભ્યોની બેઠકમાં તેમની પસંદગી થશે.

પંજાબમાં ઘમાસાન / પ્રભારી હરીશ રાવતે કહ્યું કે પંજાબમાં ઓલ ઇઝ નોટ વેલ…..

અવસાન / વરિષ્ઠ પત્રકાર અને રાજ્યસભાનાં પૂર્વ સાંસદ ચંદન મિત્રાનું નિધન

દુઃખદ અવસાન / બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, કપૂર હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ