Surendranagar News/ પાટડી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પર બે‌ શખ્સોને મારમાર્યાનો આરોપ

ઉપરીયાણા ગામે પારીવારીક ઝઘડાના આરોપસર માર મારવામાં આવ્યો

Gujarat Top Stories Others

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી પોલીસ મથક તાબાના વઘાડા આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલ ગણપતભાઈએ ઉપરીયાણા ગામના બે યુવાનોને માર માર્યો હોવાના આક્ષેપ થયા છે. પારીવારીક ઝઘડાના આરોપસર બંને યુવાનો વિરુદ્ધ ગુનો દાખલ કર્યા બાદ પટ્ટાથી માર મારવામાં આવ્યાનો આરોપ લાગ્યો છે જેમાં એક યુવકની તબિયત લથડતા 108 મારફતે પ્રથમ પાટડી ત્યારબાદ સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયો હતો આ બાબતે પોલિસ જવાન ગણપતભાઈને પુછતા આરોપો ખોટા હોવાનું રટણ કર્યું હતુ.

એક તરફ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પ્રજાની સુરક્ષા કરવામાં રાત દિવસ એક કરી રહી છે જેની સૌ કોઈ સરાહના કરી રહ્યું છે પરંતુ અમુક પોલિસ જવાનના કારણે ખાખી પર દાગ લગાવતા હોય છે ત્યારે ખાખી શર્મસાર થાય તેવી ઘટના પાટડી પોલીસ મથકે સામે આવી છે. મળતી માહિતી મુજબ ઉપરીયાણા ગામમા કૌટુંબીક ભાઈઓ વચ્ચે માથાકૂટનો મામલો પાટડી પોલિસ મથકે પહોંચ્યો હતો. જેમા પાટડી પોલિસ મથકે બે યુવાનને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે. ભોગ બનનારના જણાવ્યા મુજબ ગણપતભાઈ નામના હેડ કોન્સ્ટેબલ દ્વારા પટ્ટાવારી કરવામાં આવી હતી. જામીન પર છુટકારો થયા બાદ બંને યુવક પૈકી એક યુવાનની તબિયત મોડી રાત્રે લથડતા 108 મારફતે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પાટડી હોસ્પિટલના ડોક્ટર દ્વારા સારવાર આપ્યા બાદ ડોક્ટરના જણાવ્યા પ્રમાણે વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો હતો.

 પોલીસ જવાનના દમનનો ભોગ બનનાર યુવકે હેડ કોન્સ્ટેબલ ગણપતભાઈ વિરુદ્ધ પોલિસ હેલ્પલાઇન 100 નંબર તથા ગુજરાત પોલીસ કંપ્લેન ઓથોરિટીના નંબર પર ફોન કરી આપવિતી જણાવી હતી પરંતુ હજી સુધી આ બાબતે કોઈ કાર્યવાહી ન થઈ હોવાનું સામે આવ્યું છેબીજીતરફ ભોગ બનનારની બહેનના જણાવ્યા મુજબ પોલીસ જવાનને હાથ જોડવા છતાં પોલિસ જવાન પટ્ટાથી માર મારવાનુ ચાલુ રાખ્યું હતુપાટડી પોલીસ મથકના ગણપતભાઈ નામના જવાનને સામાન્ય ઝઘડામાં યુવાનને પટ્ટાવારી કરી હતી તે પટ્ટા પર ‘પથ્થર ભી બોલતા હૈ’ તેવું લખાણ લખ્યું હોવાનું ભોગ બનનારે જણાવ્યું હતું વધુમા ભોગ બનનારે જણાવ્યું કે બંને ભાઈને વારાફરતી પોલીસ જવાન પોતાની નિર્દયતાનો શિકાર બનાવતો રહ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: છોટાઉદેપુરના સંખેડામાં કળયુગી શ્રવણે કરી પિતાની હત્યા

આ પણ વાંચો: વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા, છોટાઉદેપુરમાં બની ડબલ મર્ડરની ઘટના

આ પણ વાંચો: છોટાઉદેપુર:પતિએ પત્નીની કરી હત્યા પતિએ પત્નીને માથામાં ડંડો મારી કરી હત્યા અન્ય મહિલા સાથે લગ્ન કરવા બબાલ થઇ હતી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી