Banaskantha/ બનાસકાંઠામાં પતરાના શેડમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો

પોલીસે 15 જુગારીઓને ઝડપી લઈને 13.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

Top Stories Gujarat

Banaskantha News : ભાભર જુના ગંજ બજાર વિસ્તારમાં બાવળોની ઝાડમાં પતરાંના શેડ નીચે જુગારધામ ચાલતું હોવાની માહિતી સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી)ને મળી હતી. આ માહિતીને આધારે અધિકારીઓએ આ જગ્યાએ રેડ  કરતાં સ્થળ પર ગોળ કુંડાળું વળી ગંજી પાન તથા વરલી મટકાના જુગાર રમતા ૧૫ થી વધારે જુગારીઓ નજરે ચડ્યા હતા. જોકે કેટલાક જુગારીયાઓ પોલીસ ને જોઈ નાસી ગયા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા ૬૬૦૫૦, મોબાઈલ નંગ ૧૫ કી.રૂ.૫૨૫૦૦, વાહન નંગ ૭ કી.રૂ.૧૨લાખ ૨૦ હજાર, પાણીની વોટર બેગ નંગ ૧૦ કી.રૂ.૧૦૦૦, સ્ટીલના લોટા નંગ ૩ કી.રૂ.૧૫૦, તેમજ જુગાર રમવા માટેની કેટ,વરલી મટકા નો આક લખેલ પાટીયું, કેલ્ક્યુલેટર નંગ ૨, મટકાના આક લખવાની ડાયરીઓ નંગ ૩, બોલપેન નંગ ૧,લાકડાના પેડ નંગ ૨,એમ કુલ રૂપિયા ૧૩,૩૯.૭૦૦નો મુદ્દામાલ કબજે કરી જુગાધારા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. ભાભર વિસ્તારમાં સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ કરતાં ચકચાર મચી જવા પામી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં

આ પણ વાંચો: ગરમીની સિઝનમાં ગાંધીનગરમાં કોલેરાનો કહેર, આરોગ્ય વિભાગ થયું એલર્ટ

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવા સાગરખેડૂઓને સૂચના