Ahmedabad News : અમદાવાદમાં આજે સાંજે એક કલાક સુધી વંટોળ બાદ વરસાદ પડ્યો હતો. આખો દિવસ ભારે ઉકળાટ બાદ સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેને કારણ ભરઉનાળે ચોમાસા જેવો માહોલ પેદા થયો હતો.
ભારે પવન સાથે ધૂળ ઉડતા વિઝિબિલિટી ઘટી જતા સાજે ઓફિસેથી ઘરે જતા લોકોને મુશ્કેલી નડી હતી. ખાસ કરીને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવન બાદ સાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.અમદાવાદ નજીકના બોપલ ઘુમા અને આંબલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.
વાવાઝોડા અને વરસાદને કારણે અમદાવાદના અનેક વિસ્તારમાં ઝાડ પડવાના અને શોટસર્કિટના બનાવો બન્યા હતા.ફોયરબ્રિગેડના જણાવ્યા મુજબ નવરંગપુરામાં ઝાડ પડવાના બે બનાવ બન્યા હતા. તે સિવાય ગોમતીપુર અને શાહપુરમાં પણ ઝાડ પડવાના બનાવો બન્યા હતા જોકે તેમાં કોઈ જાનહાની થી ન હતી. તે સિવાય ચાંદખેડા, ન્યુ મણીનગર અને બોપલ વિસ્તારમાં શોટસર્કિટના બનાવો બન્યા હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.
ભારે ઉકળાય બાદ સાંજે વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત
આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે
આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત
આ પણ વાંચો: પગાર સમયસર નહીં તો કામ નહીં, રાજકોટમાં બસ ડ્રાઇવરોની હડતાળ
