સાડા પીએસઆઇ સહિતના પોલિસ સ્ટાફે બાતમીના આધારે વોચ ગોઠવી દસાડા હાઇવે પર નાવીયાણી-મેરા ગામના રોડ પરથી નીકળેલી સફેદ કલરની ઇનોવા ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂની 925 બોટલો સાથે ગાડી ઝડપાઇ હતી. દસાડા પોલિસે વિદેશી દારૂની 925 બોટલો, મોબાઇલ નંગ-2 અને ઇનોવા ગાડી મળી કુલ રૂ. 3,95,675 લાખનો મુદામાલ સાથે બે આરોપીઓને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.
દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર સહિતના પોલિસ સ્ટાફને અગાઉથી બાતમી મળી હતી કે, દસાડા હાઇવે પર નાવીયાણી મેરા ગામના રોડ પરથી એક સફેદ કલરની ઇનોવા ગાડીને ઉભી રાખવાનો પ્રયત્ન કરવા છતાં કારચાલક ગાડી હંકારી જતા દસાડા પોલિસ સ્ટાફે આ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી ગાડીને આંતરીને ગાડીમાં સવાર ઉદેપુર રાજસ્થાનના આરોપી ગજેન્દ્રસિંહ કિશોરસિંહ રાઠોડ અરવિંદભાઇ રામસંગભાઇ રાઠોડ અને ઉદેપુર રાજસ્થાનના જ રામુ હિરાભાઇ પ્રજાપતિને પોલિસે પકડી પાડ્યા હતા.
આ ગાડીની દસાડા પોલિસ સ્ટાફ દ્વારા સઘન તલાશી લેતા ગાડી નં. GJ-01-CX-8093માંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતીય ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ- 925 કિંમત રૂ. 1,35,675, મોબાઇલ નંગ- 2, કિંમત રૂ. 10,000 અને ઇનોવા ગાડી કિંમત રૂ. 2,50,000 મળી કુલ રૂ. 3,95,675ના મુદામાલ સાથે ઉદેપુર રાજસ્થાનના આરોપી ગજેન્દ્રસિંહ કિશોરસિંહ રાઠોડ અરવિંદભાઇ રામસંગભાઇ રાઠોડ અને ઉદેપુર રાજસ્થાનના જ રામુ હિરાભાઇ પ્રજાપતિને ઝબ્બે કરી એની વિરુદ્ધ દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દસાડા પોલિસના આ દરોડામાં દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર, મનીષભાઇ અઘારા, દાનુભાઇ રંજીયા, હાર્દિકભાઇ શુકલ અને લીલાભાઇ સહિતનો પોલિસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.
