રાજકોટઃ રાજકોટમાં સિટી બસ અને બીઆરટીએસના બસના કોન્ટ્રાક્ટરોને ડ્રાઇવરોને અનિયમિત રીતે પગાર આપવો મોંઘો પડી ગયો છે. સિટી બસ અને બીઆરટીએસના બસ ડ્રાઇવરોએ તેના પગલે હડતાળ પાડી દેતા રાજકોટના મુસાફરો રઝળી પડ્યા છે.
તેના લીધે લોકોએ રીક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. લોકોને જબરજસ્ત હાલાકી પડી રહી છે. આ હડતાળ ક્યાં સુધી ચાલશે તે પણ હજી ખબર નથી. રાજકોટના બસ ચાલકોની એક જ માંગ છે કે એજન્સી તેમને સમયસર પગાર ચૂકવી રહી નથી. તેઓની માંગ છે કે તેમને સાતથી દસ તારીખની વચ્ચે પગાર ચૂકવવામાં આવે, પરંતુ તેઓને અનિયમિત રીતે પગાર ચૂકવાય છે. તેના લીધે તેમનું આખું મહિનાનું બેલેન્સ ખોરવાઈ જા છે. આના લીધે તેમને ઘર ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. તેઓએ આ અંગે એજન્સીને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ આ રજૂઆત બહેરા કાને અથડાઈને પાછી પડી છે. હડતાળના લીધે 70 જેટલા બસચાલકો કામથી અળગા રહ્યા છે.
હડતાળ પર ઉતરેલા બસ ડ્રાઇવરોનું કહેવું છે કે એજન્સી તેમને સાતથી દસ તારીખની વચ્ચે પગાર ચૂકવવાની ખાતરી આપે પછી જ તેઓ કામ પર ચઢશે. આ અંગે એક બસ ડ્રાઇવરે નામ ન આપવાની શરતે મંતવ્ય ન્યૂઝને જણાવ્યું હતું કે બસ સર્વિસ બંધ થતાં લોકોને પડતી હાલાકી અંગે માફી માંગીએ છે, પરંતુ અમને જો કંપની ખાતરી આપે કે અમે 7થી 10માં સમયસર પગાર કરીશું તો અમે હડતાળ સમાપ્ત કરી દઈશું. આ અંગે એજન્સીમાં ઉપલા અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆત કરી છે પરંતુ કોઈએ અમારી રજૂઆત સાંભળી નથી.
રાજકોટ પહેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રાઇવરો પણ બસ સર્વિસ ચલાવતી એજન્સીએ નક્કી કરેલો પગાર ન આપતા હડતાળ પર ઉતરી ગયા હતા. તેના લીધે 140 ડ્રાઇવર હડતાળ પર ઉતરતા 100 કરતાં પણ વધુ બસોના પૈડા થંભી ગયા હતા.
આ પણ વાંચો: Loksabha Election 2024 Live: સવારે 9 વાગ્યા સુધી દેશભરમાં 10.35 ટકા મતદાન
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં આજે અરવિંદ કેજરીવાલની અરજી પર થશે સુનાવણી, માનહાનિ કેસનો છે મામલો
આ પણ વાંચો: દિલ્હી બાદ જયપુરની શાળામાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ મોડ પર
