Palanpur News/ Anar Patelનું મોટું નિવેદન: “પટેલોએ મીઠું બોલતા શીખવું પડશે

અનાર પટેલે (Anar Patel) યુવાઓ અને લગ્નપ્રથાને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે “દીકરીઓ બીજા સમાજમાં જાય છે કારણ કે સમાજના ઘણા દીકરાઓ સક્ષમ બનતા નથી

Gujarat Others
અનાર પટેલે (Anar Patel) યુવાઓ અને લગ્નપ્રથાને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે “દીકરીઓ બીજા સમાજમાં જાય છે કારણ કે સમાજના ઘણા દીકરાઓ સક્ષમ બનતા નથી.

Palanpur News : બનાસકાંઠાના પાલનપુરના ગઢ ખાતે આયોજિત એક સામાજિક કાર્યક્રમમાં Anar Patelએ પટેલ સમાજને સંબોધતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમના નિવેદનો બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.

અનાર પટેલે જણાવ્યું હતું કે પટેલ સમાજ પોતાની અલગ ઓળખ બનાવે છે કારણ કે તેઓ સ્પષ્ટ અને કડવી વાત કરવાનું પસંદ કરે છે. જોકે, તેમણે સમાજના લોકોને મીઠું બોલતા અને સંબંધોમાં સૌહાર્દ વધારતા શીખવાની પણ સલાહ આપી હતી.

અનાર પટેલે (Anar Patel) સમાજમાં વધતા વિખવાદ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે સમાજને તોડવાનો પ્રયાસ કરનારા લોકોને ઓળખવાની જરૂર છે. “ભાગલા પાડવાની નીતિ અંગ્રેજોના સમયમાં હતી, હવે સમાજે એકતા તરફ આગળ વધવું જોઈએ,” એમ તેમણે કહ્યું.

અનાર પટેલે (Anar Patel) યુવાઓ અને લગ્નપ્રથાને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે “દીકરીઓ બીજા સમાજમાં જાય છે કારણ કે સમાજના ઘણા દીકરાઓ સક્ષમ બનતા નથી.” તેમના આ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર લોકો વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી.

કાર્યક્રમ દરમિયાન તેમણે સમાજમાં વધતી દારૂની સમસ્યા પર પણ કડક વલણ અપનાવ્યું. “દારૂ પીને આવનાર વ્યક્તિને પ્રોત્સાહન ન આપવું જોઈએ, નહીં તો આખો સમાજ બગડશે,” એમ કહી તેમણે યુવાનોને સંસ્કારી જીવન જીવવા અપીલ કરી હતી.

સાથે જ આજકાલ દરેક ઘરમાં નેતાગીરીની માનસિકતા વધી રહી હોવાનું જણાવી અનાર પટેલે કહ્યું કે “અત્યારે ઘરે-ઘરે નેતા છે અને દરેકને મોટું થવું છે, પરંતુ સમાજ માટે કામ કરનાર લોકોની જરૂર છે.”

અનાર પટેલના આ નિવેદનો હવે સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેમાં સમર્થન તેમજ વિરોધ બંને પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.


આ પણ વાંચો :  ખોડલધામના વડા તરીકે અનાર પટેલ, કોને મોકલાયો રાજકીય સંદેશ !

આ પણ વાંચો :  ખોડલ ધામ સંગઠનને લઇને મોટા સમાચાર, અનાર પટેલ બન્યા ખોડલધામના અધ્યક્ષ

આ પણ વાંચો :  “સંસ્થાની ઓળખથી આપણે છીએ”: અનારબેન પટેલે સંભાળી સંગઠન અધ્યક્ષની જવાબદારી