રાજકોટમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ Rajkot-rain વરસી રહ્યો છે. જેને લઈ શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. જેમાં કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, નાનામૌવા રોડ અને 150 ફૂટ રિંગરોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીને લઈ વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રામનાથપરા અને પોપટપરા સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જો કે, ધીમીધારે વરસતા વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક ફરી વળી છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
ન્યારી-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રંગપર ગામ Rajkot-rain પાસે આવેલ ન્યારી-2 ડેમમાં ઉપરવાસના વરસાદના કારણે જળસપાટીમાં વધારો થયો છે. આ સાથે જ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાથી 1 દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. જેથી પડધરી તાલુકાના ગોવિંદપુર, ખામટા, રામપર, તરઘડી તથા વણપરી ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. રાજકોટમાં સવારથી જ ઘટટોપ વાદળો છવાયેલા છે અને આજે આખો દિવસ સૂરજદાદા દર્શન દે તેવી કોઈ સંભાવના નથી.
કચ્છ, કરાચી અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉપર પ્રચંડ વાદળા Rajkot-rain છવાયા ચોમાસું સરકયુલેશન ઉત્તર પヘમિ ભારત તરફ આગળ વધ્યું હોવાથી, આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત, દરિયાકાંઠાના મહારાષ્ટ્ર, વિદર્ભ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, J&Kમાં ભારે વરસાદની શકયતા છે. કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, મરાઠવાડા, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં ભારે વરસાદની શકયતા છે. ઈનસેટ તસવીરમાં કચ્છ, કરાચી અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉપર પ્રચંડ વાદળા છવાયેલા દેખાય છે.
આ પણ વાંચોઃ Ahmedabad-Heavyrain/ ફક્ત અડધા કલાકના વરસાદમાં અમદાવાદ પાણી-પાણી, પૂર્વની સાથે પશ્ચિમમાં પણ હવે બધે પાણી-પાણી
આ પણ વાંચોઃ Jamnagar-Heavyrain/ જામનગરમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો
આ પણ વાંચોઃ Jyoti Maurya Controversy/ SDM જ્યોતિ મૌર્ય કેસ પર મનીષ દુબેએ કહ્યું, ‘હું ફસાઈ ગયો છુ, મારી પ્રોફેશનલ લાઈફ ખરાબ થઈ રહી છે…’
આ પણ વાંચોઃ Rahul Gandhi-Farming/ સપનાનું કે સત્તાનું વાવેતરઃ રાહુલ ગાંધી ખેડૂતો સાથે ડાંગરના ખેતરમાં દેખાયા
આ પણ વાંચોઃ WB Panchayat Election/ પશ્ચિમ બંગાળમાં ગ્રામીણ સરકાર પર ચૂંટણી વિવાદ? હિંસામાં 5 લોકો માર્યા ગયા
