Ahmedabad-Heavyrain/ ફક્ત અડધા કલાકના વરસાદમાં અમદાવાદ પાણી-પાણી, પૂર્વની સાથે પશ્ચિમમાં પણ હવે બધે પાણી-પાણી

અમદાવાદઃ અમદાવાદમાં શનિવારે અડધો કલાક વરસાદ તૂટી શું પડ્યો, ત્યાં દરેક વિસ્તાર પાણીપાણી થઈ ગયા. શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા. પહેલા પાણી ભરાવવાના જે દ્રશ્યો ફક્ત અમદાવાદના પૂર્વવિસ્તારોમાં જ જોવા મળતા હતા તેવા જ દ્રશ્યો પશ્ચિમ અમદાવાદમાં પણ જોવા મળ્યા છે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદઃ અમદાવાદમાં શનિવારે અડધો કલાક વરસાદ તૂટી શું પડ્યો, ત્યાં દરેક વિસ્તાર પાણીપાણી થઈ ગયા. શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા. પહેલા પાણી ભરાવવાના જે દ્રશ્યો ફક્ત અમદાવાદના પૂર્વવિસ્તારોમાં જ જોવા મળતા હતા તેવા જ દ્રશ્યો પશ્ચિમ અમદાવાદમાં પણ જોવા મળ્યા છે.

અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તાર, સિંધુભવન, પ્રહલાદનગર એરીયા, આંબાવાડી, વિજય ચારરસ્તા, સ્વસ્તિક ચાર રસ્તા, વેજલપુર, પાલડી સહિતના વિસ્તારો પાણીથી તરબોળ થઈ ગયા છે. એએમસીની ડ્રેનેજ સિસ્ટમ એવી તે કેવી છે જે અડધા કલાકના વરસાદનો પણ માર ઝીલી શકતી નથી. આના લીધે ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકોની સ્થિતિ અત્યંત ખરાબ થઈ જાય છે. ભરબપોરે કામ પર નીકળેલા કેટલાય દ્વિચક્રી વાહનચાલકોના વાહન પાણીમાં બંધ પડેલા હતા અને ધક્કા મારતા જોવા મળ્યા હતા.

https://twitter.com/sutaria_manan/status/1677318402732351488?s=20

અમદાવાદઃ અમદાવાદમાં જેટલીવાર વરસાદ થાય ત્યારે ત્યારે લગભગ એએમસીના અધિકારીઓ અને રોડ રસ્તાના કોન્ટ્રાક્ટર્સના જીવ અદ્ધર થઈ જતા હશે. કારણ કે દર વખત પરીક્ષામાં ફેઈલ થવાનો અને જનતા વઢશે તેને લઈને ચિંતા થતી હશે, કે નહીં? તેનો જવાબ તેમના પર છોડીએ છીએ પરંતુ હાલ

અમદાવાદના ઘણા વિસ્તારોમાં તો હાલત એવી છે કે દર થોડા અંતરે વાહન ચાલકો ધક્કા મારતા જોવા મળી રહ્યા છે. વરસાદમાં પાણી ભરાય અને પછી એ પાણીમાં વાહન ચલાવવું પડે તો પછી ધક્કા મારવાની નૌબત આવે તેવી હાલત આવા ઘણા લોકોની થઈ છે. જોકે તંત્રને એવી કોઈ મુશ્કેલી પડી હોય તેવું દેખાઈ રહ્યું નથી. અહીં કેટલાક વીડિયો ઉપર નજર કરીએ જેથી આપણે પરિસ્થિતિને વધુ સારી રીતે સમજી શકીએ.

આ પણ વાંચોઃ Jamnagar-Heavyrain/ જામનગરમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો

આ પણ વાંચોઃ Jyoti Maurya Controversy/ SDM જ્યોતિ મૌર્ય કેસ પર મનીષ દુબેએ કહ્યું, ‘હું ફસાઈ ગયો છુ, મારી પ્રોફેશનલ લાઈફ ખરાબ થઈ રહી છે…’

આ પણ વાંચોઃ Rahul Gandhi-Farming/ સપનાનું કે સત્તાનું વાવેતરઃ રાહુલ ગાંધી ખેડૂતો સાથે ડાંગરના ખેતરમાં દેખાયા

આ પણ વાંચોઃ WB Panchayat Election/ પશ્ચિમ બંગાળમાં ગ્રામીણ સરકાર પર ચૂંટણી વિવાદ? હિંસામાં 5 લોકો માર્યા ગયા

આ પણ વાંચોઃ Kutch-Heavyrain/ કચ્છના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ જારીઃ નલિયા-નારાયણ સરોવર માર્ગ બંધ