Ahmedabad News/ પહેલા કલર કે પહેલા બાંધકામ? નરોડા પાટિયા બ્રિજમાં અધૂરા કામ વચ્ચે શરૂ થયું કલરકામ

Naroda Patiya Bridge નું બાંધકામ હજુ અધૂરું હોવા છતાં તૈયાર થયેલા ભાગમાં કલરકામ શરૂ કરાયું છે. AMCની કામગીરી અને આયોજન સામે નાગરિકોના સવાલ.

Ahmedabad Top Stories Gujarat
Naroda Patiya Bridge: બ્રિજ અધૂરો, પણ તૈયાર ભાગ પર કલરકામ શરૂ

Ahmedabad News: અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં બની રહેલા બ્રિજને (Naroda Patiya Bridge) લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે. બ્રિજનું બાંધકામ હજુ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું નથી અને તેનો મહત્વનો વચ્ચેનો ભાગ અધૂરો હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં, જે ભાગનું કામ પૂર્ણ થયું છે ત્યાં કલરકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

બાંધકામ અધૂરું, કલરકામ શરૂ

નરોડા પાટિયા ખાતે બ્રિજના કેટલાક હિસ્સામાં હજુ બાંધકામની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ તૈયાર થઈ ગયેલા ભાગને રંગવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે કે જ્યારે સમગ્ર બ્રિજનું કામ હજી પૂર્ણ થયું નથી, ત્યારે કલરકામની કામગીરી કેમ શરૂ કરવામાં આવી?

Naroda Patiya Bridge: વચ્ચેનો મહત્વનો ભાગ હજુ બાકી

બ્રિજનો વચ્ચેનો મહત્વનો હિસ્સો હજુ પૂર્ણ થવાનો બાકી (Bridge Construction) હોવાનું જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં બાંધકામ અને ફિનિશિંગનું કામ એકસાથે અલગ-અલગ તબક્કામાં કેમ હાથ ધરવામાં આવી રહ્યું છે તે મુદ્દે સવાલો ઊભા થયા છે.

ફરી કલર કરવો પડે તો ખર્ચ કોના માથે?

સ્થાનિકો દ્વારા હવે અન્ય એક મહત્વનો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવી રહ્યો છે. જો બાકી રહેલા બાંધકામ દરમિયાન પહેલેથી કરાયેલા કલરકામને નુકસાન થાય અથવા ફરીથી કામગીરી કરવાની જરૂર પડે તો તેનો વધારાનો ખર્ચ કોણ ઉઠાવશે? જો ફરી કલરકામ કરવું પડે તો જાહેર નાણાંનો વધારાનો ખર્ચ થવાની શક્યતા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

Naroda Patiya Bridge: બ્રિજ અધૂરો, પણ તૈયાર ભાગ પર કલરકામ શરૂ
Naroda Patiya Bridge: નરોડા પાટિયા બ્રિજમાં જાહેર નાણાંના ખર્ચ પર સવાલ

વિકાસકાર્યોમાં બાંધકામ, ફિનિશિંગ અને કલરકામ કયા ક્રમમાં કરવામાં આવે છે તે અંગે સામાન્ય રીતે ચોક્કસ આયોજન કરવામાં આવે છે. ત્યારે નરોડા પાટિયા બ્રિજમાં બાંધકામ પૂર્ણ થયા પહેલાં જ  (AMC Work) કલરકામ શરૂ થતાં મનપાના આયોજન અંગે ચર્ચા શરૂ થઈ છે.

બ્રિજ ક્યારે સંપૂર્ણ તૈયાર થશે?

હવે સ્થાનિકોના સવાલો છે કે બ્રિજનું બાકી રહેલું કામ ક્યારે પૂર્ણ થશે, કલરકામની કામગીરી આ તબક્કે શા માટે શરૂ કરવામાં આવી અને સમગ્ર કામગીરી પાછળ કેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે? બ્રિજ સંપૂર્ણ રીતે ક્યારે નાગરિકોના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવશે તે અંગે પણ સ્પષ્ટતા જરૂરી બની છે. મનપા તરફથી આ કામગીરી અંગે શું કારણ આપવામાં આવે છે અને બાંધકામ પૂર્ણ કરવાની સમયમર્યાદા શું છે તેના પર હવે નજર રહેશે.


આ પણ વાંચો: ત્રિકમપુરામાં જૂની અદાવતમાં યુવકની હત્યા, ચાર શખ્સો સામે ગુનો

આ પણ વાંચો: હિંમતનગરમાં સાયબર ઠગોના નેટવર્કનો પર્દાફાશ, 12 એકાઉન્ટમાં કરોડોની લેવડદેવડ આવી સામે

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની ખેંચથી ખેડૂતો પર સંકટ! વિધાનસભામાં 116 નોટિસ, 10થી વધુ જિલ્લાઓમાં અછતની ચિંતા