Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Himmatnagar news/ હિંમતનગરમાં સાયબર ઠગોના નેટવર્કનો પર્દાફાશ, 12 એકાઉન્ટમાં કરોડોની લેવડદેવડ આવી સામે

Himmatnagar Cyber Crime: હિંમતનગર સાયબર ક્રાઈમે મ્યુલ બેન્ક એકાઉન્ટ મારફતે સાયબર ફ્રોડની રકમ ફેરવતા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ₹14.24 કરોડના ફ્રોડની કડી સામે આવી, 9 આરોપીની ધરપકડ.

September 1, 2026Jaymin Dhiman
Gujarat Top Stories Others
Himmatnagar Cyber Crime: 12 બેન્ક ખાતાં મારફતે કરોડોની રકમ ફેરવાઈ, 9 આરોપીની ધરપકડ

Himmatnagar News: સાબરકાંઠા જિલ્લામાં સાયબર છેતરપિંડીની (Himmatnagar Cyber Crime) રકમને મ્યુલ બેન્ક એકાઉન્ટ મારફતે ફેરવતા નેટવર્કનો હિંમતનગર સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં હિંમતનગર અને ઈડર તાલુકાના આસપાસના વિસ્તારોમાં સાયબર ફ્રોડની રકમ માટે ઉપયોગમાં લેવાતા 12 બેન્ક એકાઉન્ટ સામે આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે 10 આરોપીઓની ઓળખ કરી છે, જેમાંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Himmatnagar Cyber Crime: ચાર રાજ્યોમાંથી 17 ફરિયાદો મળી

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે આ મ્યુલ બેન્ક એકાઉન્ટ (Mule Bank Account) સામે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર કેરળ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી કુલ 17 ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોના આધારે પોલીસે એકાઉન્ટના વ્યવહારો અને તેની સાથે સંકળાયેલા લોકોની તપાસ હાથ ધરી હતી.

રૂ.14.24 કરોડના સાયબર ફ્રોડની કડી

તપાસમાં આ નેટવર્ક સાથે સંકળાયેલા સાયબર ફ્રોડની (Cyber Fraud Network) કુલ રકમ રૂ.14 કરોડ 24 લાખ 59 હજાર 668 હોવાનું સામે આવ્યું છે. જ્યારે તપાસ હેઠળ આવેલા મ્યુલ એકાઉન્ટમાં રૂ.20 લાખ 31 હજાર 466ના વ્યવહારો થયાનું પોલીસને જાણવા મળ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ ઓનલાઈન છેતરપિંડીથી મેળવેલી રકમ મ્યુલ ખાતાધારકોના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવતા હતા. ત્યારબાદ ખાતાધારકોને વ્યવહાર બદલ 3થી 4 ટકા સુધીનું કમિશન આપવામાં આવતું હતું. કમિશન બાદની રકમ ATM, ચેક અથવા અન્ય માધ્યમથી ઉપાડી ફરી અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ રીતે સાયબર ફ્રોડની રકમને અનેક ખાતાઓ (Online Fraud) મારફતે ફેરવવામાં આવતી હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.

9 આરોપીઓ ઝડપાયા, એકની શોધખોળ

આ સમગ્ર કેસમાં પોલીસે અત્યાર સુધી 10 આરોપીઓની ઓળખ કરી છે. તેમાંથી 9 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે વધુ એક આરોપીને પકડવા માટે પોલીસની ટીમો તપાસ કરી રહી છે.

મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા તપાસ

હિંમતનગર સાયબર ક્રાઈમે હવે ઝડપાયેલા આરોપીઓના અગાઉના ગુનાહિત ઇતિહાસની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત મ્યુલ એકાઉન્ટનું નેટવર્ક અન્ય સાયબર ગુનાઓ સાથે સંકળાયેલું છે કે કેમ અને અન્ય જિલ્લાઓમાં પણ આ જ પદ્ધતિથી છેતરપિંડીની રકમ ફેરવવામાં આવી છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસનું મુખ્ય ધ્યાન આ નેટવર્કના સંભવિત મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા અને સાયબર ફ્રોડની રકમની વધુ વિગતો મેળવવા પર છે. સાથે જ છેતરપિંડીથી મેળવેલી રકમની રિકવરી માટે પણ કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.

@દિપકસિંહ રાઠોડ


આ પણ વાંચો: અમદાવાદમાં ડેન્ગ્યુની દહેશત! જુલાઈ કરતાં ઓગસ્ટમાં કેસ ચાર ગણાથી વધુ

આ પણ વાંચો: PM મોદીની મુલાકાત પહેલાં વડોદરા બનશે ચકાચક! શરૂ થયું ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન

આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસું પડ્યું ધીમું, 7 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી; જાણો ક્યાં પડશે ઝાપટાં

Post navigation

વરસાદની અછતને કારણેે કચ્છ-સૌરાષ્ટ્રને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાની કોંંગ્રેસની ઉગ્ર માગ, 50 સ્થળે કોંગ્રેસનો યજ્ઞ
પરષોત્તમ સોલંકી હોસ્પિટલમાં દાખલ, પગમાં રસી થતાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર

More Posts

Breaking News/ અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાંથી પાછી ખેંચી અરજી, જાણો શું કરી દલીલ

March 22, 2024March 22, 2024Maya Sindhav

Ahmedabad News/ અમદાવાદના નરોડામાં પૂજારીનો મંદિરમાં આપઘાત, પોલીસ, બિલ્ડર, કોર્પોરેશનના ત્રાસનો આક્ષેપ

March 16, 2025March 16, 2025Nikunj Patel

Gujarat Weather/ ગુજરાતમાં ખરાબ હવામાનથી 21 લોકોનાં મોત! IMD એ આપ્યું યલો એલર્ટ

May 8, 2025May 8, 2025Komal Patel
Jamnagar Veg Pasta Controversy: નિર્જળા એકાદશીના દિવસે વેજ ઓર્ડરમાં નોનવેજ આવતાં ગ્રાહકમાં રોષ

Jamnagar News/ જામનગરમાં ફૂડ ડિલિવરીને લઈને વિવાદ: વેજ પાસ્તાની જગ્યાએ નોનવેજ મળ્યાનો ગ્રાહકનો આક્ષેપ

June 27, 2026Maya Sindhav

Not Set/ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત, ખાડીયાના કાઉન્સિલર થયા સંક્રમિત

March 23, 2021padma prajay

Not Set/ ઘોઘા-દહેજ રો-પેક્ષ ફેરી સર્વિસનો CM વિજય રૂપાણીના હસ્તે કરાશે પ્રારંભ

October 27, 2018October 27, 2018Nirmal Acharya

Maharashtra News/ નાગપુર પહોંચ્યા PM નરેન્દ્ર મોદી, RSS ના કાર્યક્રમોમાં ભાગ લેશે, જાણો શું છે સંપૂર્ણ કાર્યક્રમ

March 30, 2025Yogesh Vaghela

Bihar/ દલાઈ લામાએ બિહાર જીત બદલ નીતીશ કુમારને પાઠવ્યા અભિનંદન

November 11, 2020November 11, 2020hardik shah
TRUMP 2028

World News/ ડોનાલ્ડ ટ્રમ્પે પહેરી ‘TRUMP 2028’ લખેલી કેપ; શું અમેરિકી રાષ્ટ્રપતિ લડશે ત્રીજી ટર્મ?

August 16, 2026August 16, 2026Kavita Solanki
સ્વાસ્થ્ય મંત્રી

Not Set/ દિલ્હીમાં આજે આવી શકે છે કોરોનાના 14000 નવા કેસ: સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન

January 6, 2022January 6, 2022Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy