Not Set/ અમદાવાદના હજારો રિક્ષાચાલકોની હડતાલ, પોલીસની કનડગતના કારણે કંટાળી લીધો નિર્ણય

અમદાવાદ, અમદાવાદમાં રિક્ષાચાલકોની પડતર માંગણીઓ હજી સુધી નહિ સંતોષાતા છેવટે રિક્ષાચાલકોને પોતાની માંગણીઓને લઇને હડતાળ પર ઉતરરવાનો વારો આવ્યો છે. અમદાવાદના હજારો રિક્ષાચાલકો  હડતાલ પર ઉતર્યા છે. રીક્ષા માટે સ્ટેન્ડ ફાળવામાં આવે તેવી માંગ સાથે હડતાલ પર ઉતર્યાં છે. તેમજ પોલીસની કનડગતને કારણે પણ ત્રાસી જઇ ચાલકોને ગાંધી ચિંધ્યા માર્ગે જવાનો રસ્તો અપનાવવો પડયો છે. […]

Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદમાં રિક્ષાચાલકોની પડતર માંગણીઓ હજી સુધી નહિ સંતોષાતા છેવટે રિક્ષાચાલકોને પોતાની માંગણીઓને લઇને હડતાળ પર ઉતરરવાનો વારો આવ્યો છે.

અમદાવાદના હજારો રિક્ષાચાલકો  હડતાલ પર ઉતર્યા છે. રીક્ષા માટે સ્ટેન્ડ ફાળવામાં આવે તેવી માંગ સાથે હડતાલ પર ઉતર્યાં છે. તેમજ પોલીસની કનડગતને કારણે પણ ત્રાસી જઇ ચાલકોને ગાંધી ચિંધ્યા માર્ગે જવાનો રસ્તો અપનાવવો પડયો છે. રીક્ષા ચાલકોએ રિક્ષાઓને રોકી પેસેન્જરને નીચે ઉતારી અન્ય ચાલકોને હડતાળમાં જોડાવવાની અપીલ કરવામાં આવી હતી.

શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે હાઈકોર્ટની ટકોર બાદ ટ્રાફિક વિભાગ સક્રીય બન્યું છે, ત્યારે તેનો સૌથી વધુ ભોગ રીક્ષા ચાલકો બન્યા છે. શહેરમાં માત્ર 2100 રીક્ષા માટે જ સ્ટેન્ડ આવેલા છે. જેની સામે શહેરમાં 2 લાખથી વધારે રીક્ષાઓ છે. રીક્ષા સ્ટેન્ડ વધારવાની માંગણી તથા નવી રીક્ષાઓને પરમીટ બંધ કરવાની માંગણીને લઇને આજે રીક્ષા ચાલકો દ્વારા હડતાળ જાહેર કરવામાં આવી હતી.