Not Set/ Video:અમદાવાદમાં વહેલી સવારથી મેઘ મહેર, વાહન ચાલકોને પડી રહી છે ભારે હાલાકી

અમદાવાદ અમદાવાદમાં વહેલી સવાર થી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવાર થી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે અમદાવાદ તરબોળ બન્યું છે. અનરાધાર પડી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અમદાવાદના નિકોલમાં સવારથી પડી રહેલા નિકોલ બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. તો બીજી બાજુ શહેરના ધરણીધર વિસ્તારમાં પડી રહેલા ભારે […]

Top Stories Ahmedabad Gujarat Trending Videos

અમદાવાદ

અમદાવાદમાં વહેલી સવાર થી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવાર થી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે અમદાવાદ તરબોળ બન્યું છે. અનરાધાર પડી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

અમદાવાદના નિકોલમાં સવારથી પડી રહેલા નિકોલ બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. તો બીજી બાજુ શહેરના ધરણીધર વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે.

પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામને કરવો પડી રહ્યો છે. તો સેટેલાઈટ અને વેજલપુરમાં પણ પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વેજલપુર અને સેટેલાઈટના કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં ધૂટણસમા પાણી ભરાયા હતા.