અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા અને છેલ્લા 13 વર્ષથી એન્જિનીયરીંગ તરીકે કામ કરતા નેનેશ પરીઘને અજાણ્યા નંબરથી એક ફોન કોલ્સ આવ્યો હતો. સામેની વ્યક્તિએ પોતાનો નામ દીપક શર્મા તરીકે આપીને પોતાની ઓળખ પેટીઍમ મેનેજર તરીકે આપી હતી. ભેજાભાજ દીપકે ફરિયાદીને ફોન ઉપર જણાવ્યું હતું કે તેમના પેટીએમ એકાઉન્ટમાં કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થઇ નથી અને જો કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહિ આવે તો તેમનો એકાઉન્ટ બંધ થઇ જશે.
એન્જીનીયરીંગ સુધીનું ભણતર મેળવેલા નેનેશ ભાઈને ખ્યાલ જ ન રહ્યું કે તેઓ શું કરી રહ્યા છે અને કોની વાતોમાં આવી રહ્યાં છે. આરોપીની વાતોમાં આવીને નેનેશ ભાઈએ તેમના આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા આપી દીધા હતા. ત્યારબાદ નેનેશ ભાઈએ પોતાનો ઓટીપી પણ આપી દેતા આરોપીએ તેનો ગેરલાભ ઉઠાવીને તેમના icici બેંકના એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે કરીને 3.74 લાખ રૂપિયા ઉઠાવી લીધા હતા.
પોતાના એકાઉન્ટમાંથી અચાનક જ રૂપિયા ગાયબ થયા હોવાનું જાણવા મળતા નેનેશ ભાઈને ખ્યાલ આવ્યું હતું કે દિપક શર્મા નામની વ્યક્તિએ તેમની સાથે છેતરપિંડી કરી છે જેથી તેમને વાસણા પોલીસ સ્ટેશનમાં દિપક શર્મા અને તેના મોબાઈલની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
