Surendranagar Rain News/ સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી 60થી વધુ લોકોનું રેસ્ક્યુ, ભોગાવો નદીમાં પાણી વધતાં 3 બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ

Surendranagar Rescue Operation: સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ બાદ 60થી વધુ લોકોનું રેસ્ક્યુ, ભોગાવો નદીમાં પાણી વધતાં 3 બ્રિજ બંધ કરાયા

Top Stories Gujarat Others Breaking News
Surendranagar Rescue Operation: વરસાદી કહેર વચ્ચે ફાયર વિભાગે 60થી વધુ લોકોનું કર્યું રેસ્ક્યુ

Surendranagar Rain News: સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા અને ફાયર વિભાગે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. વિવિધ વિસ્તારોમાંથી 60થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

Surendranagar Rescue Operation
Surendranagar Rescue Operation

Surendranagar Rescue Operation: સંવિધાન સોસાયટીમાંથી 55 લોકોનું સફળ રેસ્ક્યુ

મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવના માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગની ટીમોએ ગણપતિ ફાટસર નજીક આવેલી સંવિધાન સોસાયટીમાં પાણીમાં ફસાયેલા અંદાજે 55 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સમયસર હાથ ધરાયેલી આ કામગીરીને કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી.

Surendranagar Rescue Operation
Surendranagar Rescue Operation

નવા જંકશન અને કેરાળા ગામે પણ બચાવ કામગીરી

ફાયર વિભાગે નવા જંકશન વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર નજીક આવેલા એક મકાનમાં ફસાયેલા ત્રણ લોકોને પણ સલામત રીતે બહાર કાઢ્યા હતા.આ ઉપરાંત કેરાળા ગામ નજીક નદીના સામા કાંઠે આવેલા ખેતરમાં ફસાયેલા એક પરિવારને પણ રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યો હતો.ફાયર ઓફિસર દેવાંગભાઈ દુધરેજીયા અને તેમની ટીમ સતત મેદાનમાં રહી બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ છે.

Surendranagar Rescue Operation
Surendranagar Rescue Operation

ભોગાવો નદીમાં પાણી વધતાં 3 બ્રિજ બંધ

સતત વરસાદને કારણે ભોગાવો નદીમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા ત્રણ મહત્વના બ્રિજ વાહનવ્યવહાર માટે તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે.

બંધ કરાયેલા બ્રિજમાં: જિલ્લા પંચાયતથી સર્કિટ હાઉસ સુધીનો બ્રિજ,જોરાવરનગર બ્રિજ અને એમ.પી. શાહ આર્ટ્સ કોલેજનો બ્રિજ તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને જોખમી વિસ્તારોમાં ન જવા અપીલ કરવામાં આવી છે.

Surendranagar Rescue Operation
Surendranagar Rescue Operation

નાગરિકોને સાવચેતી રાખવા અપીલ

મહાનગરપાલિકાએ શહેરીજનોને અપીલ કરી છે કે ખૂબ જ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે. પાણી ભરાયેલા વિસ્તારો, નદી-નાળા અને નીચાણવાળા સ્થળોથી દૂર રહે તેમજ વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરે.આગામી દિવસોમાં પણ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.


આ પણ વાંચો:ગઢડાના બોડકી ગામે 15 ફૂટ ઊંડા પાણીના ખાડામાં પડી મહિલાનું મોત, પગ લપસતા સર્જાઈ દુર્ઘટના

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી જળબંબાકાર, 100થી વધુ લોકોનું રેસ્ક્યુ; નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

આ પણ વાંચો:સુરતમાં ભારે વરસાદ, 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર,ઓલપાડ અને માંડવી ખાતે SDRFની ટીમો તૈનાત