Surendranagar Rain News/ સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી જળબંબાકાર, 100થી વધુ લોકોનું રેસ્ક્યુ; નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Surendranagar Rescue Operation: સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા, ફાયર વિભાગે 100થી વધુ લોકોને રેસ્ક્યુ કર્યા

Top Stories Gujarat Others Breaking News
ભારે વરસાદ વચ્ચે Surendranagar Rescue Operation, ફાયર વિભાગે લોકોને સુરક્ષિત ખસેડ્યા

Surendranagar Rain News: સુરેન્દ્રનગર-વઢવાણ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગત મોડી રાત્રિથી વરસી રહેલા સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે તંત્ર દ્વારા રેસ્ક્યુ (Surendranagar Rescue Operation) કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર શહેરના ગણપતિ ફાટસર અને સંવિધાન સોસાયટી વિસ્તારમાં પાણી ભરાતા 100થી વધુ લોકોને ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

Surendranagar Rescue Operation
Surendranagar Rescue Operation

ફાયર વિભાગ અને કોર્પોરેટરોએ સંભાળી બચાવ કામગીરી

પાણી ભરાયેલા વિસ્તારોમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવા માટે ફાયર વિભાગની ટીમો કામે લાગી હતી. આ બચાવ કામગીરીમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી પણ જોડાયા હતા.ટીમ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી કરવામાં આવી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.

Surendranagar Rescue Operation
Surendranagar Rescue Operation

Surendranagar Rescue Operation: વઢવાણમાં 60થી વધુ લોકોનું રેસ્ક્યુ

વઢવાણની હુડકો સોસાયટીના ખાડુ અને હાથી ખાખ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. અહીં સ્થાનિક યુવાનો અને આગેવાનો દ્વારા પણ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.વિજયસિંહ ડોડિયા અને હુડકો વિસ્તારના યુવાનોની ટીમે 60થી વધુ લોકોને બચાવીને વઢવાણ તાલુકા શાળા નંબર-14 ખાતે સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. ત્યાં લોકો માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

Surendranagar Rescue Operation
Surendranagar Rescue Operation

48 કલાક ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક દરમિયાન વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.કલેક્ટર અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને જરૂર વગર બહાર ન નીકળવા સૂચના આપી છે.

Surendranagar Rescue Operation
Surendranagar Rescue Operation

આ પણ વાંચો:સુરતમાં ભારે વરસાદ, 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર,ઓલપાડ અને માંડવી ખાતે SDRFની ટીમો તૈનાત

આ પણ વાંચો:અમદાવાદના બોપલમાં કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી, AMCની કામગીરી સામે ઉઠ્યા સવાલ

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ એલર્ટ, અમદાવાદ સહિત 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી