OMG!/ ગુજરાતની મહિલાઓ નશો કરવામાં અગ્રેસર

ગુજરાતની મહિલાઓ અનેક કારણોસર નશાની લતમાં લીન

Gujarat

કોરોના મહામારીએ માઝા મુકી છે ત્યાં મહિલાઓએ નશો કરવોનો શરૃ કર્યો છે. જો કે આ વાત નવી નથી કે મહિલાઓ નશો કરતી હોય.

આજની મહિલાઓ નશો કરવામાં પ્રથમ છે. દેશના મહાનગરોમાં ખુલ્લેઆમ નશો કરવો તે વાત સાવ સામાન્ય છે પરંતુ હવે આ બદી ગુજરાતમાં પણ વધી ગઇ છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત ,સહિત અનેક મહાનગરો છે જ્યાં ખુલ્લેઆમ સીગારેટના કસ મારતી મહિલાઓ જોવા મળે છે. દારૃની વાત કરીએ તો પુરૃષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ વધી રહ્યુ છે.

શહેરમાં જ્યાં દારૃની મહેફીલ જામે છે ત્યાં ગામડાઓમાં ગુટકા, તમાકુ, મસાલા જેવી પ્રોડક્ટનો મહિલાઓ છુટથી ઉપયોગ કરે છે. નેશનલ ફેમિલી હેલ્થ સરવે પ્રમાણે 2005-6માં 0.4 ટકા મહિલાઓ દારૃનું સેવન કરતી હતી જે વધીને 2015-16માં 0.7 ટકા થયુ હતુ. જ્યારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આ પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે.

નશાબંધી વિભાગના ઓફીસર સેક્રેટરી હરવદન પરમાર કહે છે, “નશાનું પ્રમાણ ચોક્કસથી વધ્યુ છે. હાઇપ્રોફાઇલ વર્ગની મહિલાઓ દારૃની લતે હોય છે. જ્યારે રસોડામાં કામ કરતી કે શ્રમ કરતી બહેનો ગુટકા પડીકીઓનો સહારો વધુ લેતી હોય છે. આ રીતે જોવા જઇએ તો બહેનોમાં વ્યસનનું પ્રમાણ ધીમે-ધીમે વેગવંત્તુ બની રહ્યુ છે.”

ડો. અનિકેત જોષી કહે છે, “નશાના કારણે મહિલાઓ અનેક રોગની શીકાર બને છે. હાલમાં મહિલાઓમાં સ્તન, માથાનું અને ગળાના કેન્સરનું પ્રમાણ વધી રહ્યુ છે. બ્રેન ડેમેજિંગ અને બ્રેન સેલ્સ તુટવાના કારણે મોટી બિમારીમાં પટકાય છે. ગર્ભ ધારણની ક્ષમતામાં ઘટાડો થાય છે. આ ઉપરાંત પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.”

સંસ્કારી મહિલાઓ તરીકે છબી ધરાવતી ગુજરાતની મહિલાઓ અનેક કારણોસર નશાની લતમાં લીન બની રહી છે.