ફાયરિંગ/ કેલિફોર્નિયાના ચર્ચમાં ફાયરિંગની ઘટના,એકનું મોત અને 5 ઘાયલ

અમેરિકાના કેલિફોર્નિયાનો છે જ્યાં એક ચર્ચમાં ગોળીબાર થયો છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે 4 લોકો ઘાયલ થયા હતા.

Top Stories World

અમેરિકામાં દરરોજ ફાયરિંગની ઘટનાઓ સામે આવી રહી છે. લેટેસ્ટ મામલો અમેરિકાના કેલિફોર્નિયાનો છે જ્યાં એક ચર્ચમાં ગોળીબાર થયો છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે 4 લોકો ઘાયલ થયા હતા. પોલીસે શંકાસ્પદ હુમલાખોરને કસ્ટડીમાં લીધો છે, તેની પાસેથી એક હથિયાર પણ મળી આવ્યું છે. હાલ પોલીસ આ વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. ઘટના દક્ષિણ કેલિફોર્નિયાના પ્રેસ્બિટેરિયન ચર્ચની છે

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ઓરેન્જ કાઉન્ટી શેરિફ વિભાગે જણાવ્યું છે કે લગુના વુડ્સ શહેરમાં જિનીવા પ્રેસ્બિટેરિયન ચર્ચમાં ગોળીબારનો અવાજ સંભળાયો હતો. મામલો બપોરે 1 વાગ્યાની આસપાસનો છે. ફાયરિંગનો અવાજ સાંભળીને ત્યાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા ત્યાં દોડવા લાગ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે.

પોલીસનું કહેવું છે કે ફાયરિંગ કરીને ગભરાટનું વાતાવરણ સર્જનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી એક હથિયાર મળી આવ્યું છે. ઘટના અંગે માહિતી આપતા શેરિફના પ્રવક્તાએ જણાવ્યું કે ફાયરિંગની ઘટના બની ત્યારે ચર્ચમાં ઓછામાં ઓછા 30 લોકો હાજર હતા. ચર્ચમાં મોટાભાગના લોકો તાઈવાનના મૂળના હતા. આ મામલાની વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને આશંકા છે કે ગોળીબાર કરનાર વ્યક્તિએ અદાવતમાં આ ઘટનાને અંજામ આપ્યો છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અમેરિકામાં આવી ફાયરિંગની ઘટનાઓ સામે આવી ચુકી છે. શનિવારે, ન્યુયોર્કના બફેલોમાં, એક વ્યક્તિએ સુપરમાર્કેટમાં ગોળીબાર કર્યો જેમાં 10 લોકો માર્યા ગયા અને 3 લોકો ઘાયલ થયા.