Bhavnagar News/ ભાવનગરમાં લોહીના સંબંધો લજવાયા! નજીવી બાબતમાં પિતરાઈ ભાઈએ સોપારી આપી ભાઈને પતાવી દીધો

ભાવનગર (Bhavnagar) ના સિહોર તાલુકાના ભુતીયા ગામે પિતરાઈ ભાઈએ ગોધરાથી માણસો બોલાવી ભાઈ ચીમનભાઈ નાયકની હત્યા કરી. જાણો શું હતું કારણ.

Gujarat Top Stories Others
Bhavnagar Sihor Murder Case

Bhavnagar Sihor Murder Case: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું ભુતીયા ગામ કાળજું ધ્રુજાવી દે તેવી હત્યાની ઘટનાથી સ્તબ્ધ થઈ ગયું છે. સામાન્ય ઘરગથ્થુ કંકાસ અને જૂની અદાવતમાં એક પિતરાઈ ભાઈએ જ પોતાના જ ભાઈની નિર્મમ હત્યા કરવાનું કાવતરું ઘડી નાખ્યું. આ લોહિયાળ ખેલમાં પંચમહાલના ગોધરાથી માણસો બોલાવીને હત્યાને અંજામ આપવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Bhavnagar : શું છે સમગ્ર ઘટના?

ભુતીયા ગામે રહેતા ચીમન નાયક નામના વ્યક્તિની તેમના જ પિતરાઈ ભાઈ દિલીપ નાયકે અન્ય બે શખ્સો સાથે મળીને ઘાતકી હત્યા કરી છે. આ ઘટના બાદ ગામમાં ભય અને અરેરાટીનો માહોલ જોવા મળી રહ્યો છે. મૃતકની પત્નીએ પોતાના જ જેઠ (પિતરાઈ) વિરુદ્ધ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પત્નીની મજૂરીનો વિવાદ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા પાછળ 3 મહિના જૂની અદાવત જવાબદાર છે. દિલીપભાઈની પહેલી પત્નીને મજૂરી કામ માટે રંઘોળા ગામે લાવવામાં આવ્યા હતા, જે બાબતે ચીમનભાઈ અને દિલીપભાઈ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ સામાન્ય વાતનો બદલો લેવા માટે દિલીપભાઈએ પિતરાઈ ભાઈને પતાવી દેવાનું નક્કી કર્યું હતું.

ગોધરાથી બોલાવ્યા હત્યારાઓ!

આ હત્યાકાંડમાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આરોપી દિલીપભાઈ પંચમહાલ જિલ્લાના ગોધરાથી બે અજાણ્યા શખ્સોને સ્પેશિયલ હત્યા કરવા માટે સાથે લાવ્યો હતો. આ બંને શખ્સોની મદદથી ચીમનભાઈ પર જીવલેણ હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. હુમલા બાદ તમામ આરોપીઓ નાસી છૂટ્યા છે.

ઉમરાળા પોલીસ એક્શનમાં

ઘટનાની જાણ થતા જ ઉમરાળા પોલીસનો કાફલો ભુતીયા ગામે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર આરોપી દિલીપ નાયક અને ગોધરાના બે શખ્સોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. કૌટુંબિક ઝઘડામાં પિતરાઈ ભાઈએ જ ભાઈનું લોહી રેડતા નાયક પરિવાર પર આભ તૂટી પડ્યું છે.


આ પણ વાંચો: રાજકોટમાં સામાન્ય બોલાચાલીમાં નેપાળી યુવાનની પથ્થર મારી હત્યા

આ પણ વાંચો:અમદાવાદમાં સાસરીયાના ત્રાસથી ત્રણ માસના ગર્ભ સાથે મહિલાનો આપઘાત

આ પણ વાંચો: બલોલ ગામમાં સાસરિયાના માનસિક ત્રાસથી પરણીતાનો આપઘાત