Surat News/ સુરતમાં રોંગ સાઈડમાં આવતા આઈસરે 12 વર્ષના માસૂમ બાળકનો ભોગ લીધો

સુરત (Surat) ના પુણાગામમાં રેશમા ચોકડી પાસે રોંગ સાઈડમાં આવતા આઈસરે ૧૨ વર્ષના સની રાજાણીને અડફેટે લીધો. બાળકનું ઘટનાસ્થળે મોત, ડ્રાઈવરની ધરપકડ.

Surat Top Stories Gujarat
Surat Punagam Accident News

Surat Punagam Accident News: ડાયમંડ સિટી સુરતમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ફરી એકવાર જીવલેણ સાબિત થયું છે. પુણાગામ વિસ્તારમાં આવેલી રેશમા ચોકડી પાસે આજે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવતા એક આઈસર ટ્રકના ચાલકે 12 વર્ષના નિર્દોષ બાળકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Surat Punagam Accident News

Surat : રોંગ સાઈડના કારણે ખેલાયો મોતનો ખેલ

મળતી માહિતી મુજબ, પુણાગામ રેશમા ચોકડી પાસે રહેતા ભરત રાજાણીનો 12 વર્ષીય પુત્ર સની રસ્તો ઓળંગી રહ્યો હતો. આ દરમિયાન એક આઈસર ચાલકે ટ્રાફિકના નિયમોને નેવે મૂકી વાહન રોંગ સાઈડમાં હંકારી મૂક્યું હતું. સની કઈ સમજે તે પહેલા જ આઈસરનું તોતિંગ પૈડું તેના પર ફરી વળ્યું હતું. ગંભીર ઈજાઓને કારણે માસૂમ સનીનું પ્રાણપંખેરું ઘટનાસ્થળે જ ઊડી ગયું હતું.

માતાનું હૈયાફાટ રુદન, વાતાવરણ ગમગીન

અકસ્માતની જાણ થતા જ સનીના પરિવારજનો દોડી આવ્યા હતા. પોતાના વ્હાલસોયા પુત્રનો લોહીલુહાણ મૃતદેહ જોઈને માતાએ જે હૈયાફાટ રુદન કર્યું તેનાથી ત્યાં હાજર રહેલા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. એક હસતા-રમતા પરિવારે રોંગ સાઈડ ડ્રાઈવિંગના પાપે પોતાનો દીકરો ગુમાવ્યો છે.

Surat Punagam Accident News

લોકોએ ડ્રાઈવરને પકડીને મેથીપાક ચખાડ્યો

અકસ્માત સર્જ્યા બાદ આઈસર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જાગૃત સ્થાનિકોએ તેનો પીછો કરીને તેને ઝડપી પાડ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ ડ્રાઈવરને બરાબરનો મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. પુણાગામ પોલીસે આઈસર ડ્રાઈવરની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ રાજકોટ હાઇવે પર અકસ્માતમાં રાહદારીનું મોત, અજાણ્યા વાહનચાલકે મારી ટક્કર

આ પણ વાંચોઃ જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર ત્રિપલ અકસ્માતમાં બેનાં મોત

આ પણ વાંચોઃ રાધનપુર ચોકડી અકસ્માતમાં ચોંકાવનારો વળાંક, ટ્રેલરની ટક્કર નહીં, યુવકે કરી આત્મહત્યા