Gandhinagar News: ગુજરાતે હંમેશા વેપાર, ઉદ્યોગ અને નવીન વિકાસમાં દેશને દિશા બતાવી છે. આજે ગુજરાતના દરિયાકાંઠે સ્થિત અલંગ/સોસિયા શિપ રિસાયક્લિંગ હબ (Ship Recycling Hub) રાજ્યનું જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનું ગૌરવ બની ઊભર્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) – કચ્છ અને સૌરાષ્ટ્રના મંચ પરથી અલંગની 40 વર્ષની ઐતિહાસિક સિદ્ધિઓને વૈશ્વિક સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે.

વિશ્વમાં અલંગનું મહત્વ
અલંગ આજે વિશ્વના સૌથી મોટા અને વિશ્વસનીય શિપ રિસાયક્લિંગ હબ (Ship Recycling Hub) તરીકે ઓળખાય છે. વૈશ્વિક શિપ રિસાયક્લિંગ ક્ષેત્રમાં અલંગનો આશરે 32 ટકા યોગદાન છે, જે ગુજરાતની મેરિટાઈમ શક્તિનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડના માર્ગદર્શન હેઠળ વિકસિત આ શિપ રિસાયક્લિંગ હબ (Ship Recycling Hub) પારદર્શક નીતિઓ, શ્રેષ્ઠ સુરક્ષા માપદંડો અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી માટે જાણીતું છે.
8,800થી વધુ જહાજોનું સુરક્ષિત રિસાયક્લિંગ
અલંગમાં અત્યાર સુધી 8,800થી વધુ જહાજોનું સુરક્ષિત અને નિયમિત રીતે રિસાયક્લિંગ કરવામાં આવ્યું છે. અહીંથી પ્રાપ્ત થતી સામગ્રીનો 99.95 ટકા સુધીનો પુનઃઉપયોગ થાય છે, જે અલંગને ગ્રીન ઇકોનોમી મોડલનું ઉત્તમ ઉદાહરણ બનાવે છે. જોખમી અને બિનજોખમી બંને પ્રકારના કચરાનો વૈજ્ઞાનિક અને નિયંત્રિત નિકાલ કરવામાં આવે છે.
હોંગ કોંગ કન્વેન્શન (HKC)અનુરૂપ અલંગ
અલંગમાં હાલ 128માંથી 115 પ્લોટ્સ હોંગ કોંગ કન્વેન્શન (HKC) કોમ્પલિઅન્ટ છે. જૂન 2025થી HKC વૈશ્વિક સ્તરે અમલમાં આવતા અલંગને વિશ્વના સૌથી વિશ્વસનીય ગ્રીન શિપ રિસાયક્લિંગ હબ (Ship Recycling Hub) તરીકે માન્યતા મળી છે. આથી આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓનો વિશ્વાસ અલંગ પર વધુ મજબૂત થયો છે.

આધુનિક સુવિધાઓ અને કામદારોની સુરક્ષા
અલંગ માત્ર ઉદ્યોગ કેન્દ્ર નથી, પરંતુ અહીં માનવ સુરક્ષા અને આરોગ્યને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. શિપ રિસાયક્લિંગ તાલીમ સંસ્થા, કામદારો માટે મલ્ટીસ્પેશ્યાલીટી લેવલ-3 ટ્રોમા હોસ્પિટલ, તેમજ અદ્યતન કચરો વ્યવસ્થાપન સુવિધાઓ ઉપલબ્ધ છે. TSDF સાઇટનું અપગ્રેડેશન ચાલી રહ્યું છે, જેથી ભાવિ રિસાયક્લિંગ વોલ્યુમને અસરકારક રીતે સંભાળી શકાય.
શિપ રિસાયક્લિંગ હબ (Ship Recycling Hub) ₹1224 કરોડનું માસ્ટર પ્લાન
ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા ₹1224 કરોડના ખર્ચે અલંગનું માસ્ટર પ્લાનિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ હાલની 4.5 મિલિયન LDT ક્ષમતાને નજીકના ભવિષ્યમાં બમણી કરી 9 મિલિયન LDT સુધી લઈ જવાની તૈયારી છે.
આગામી 10 વર્ષ માટે મહત્ત્વાકાંક્ષી વિઝન
ગુજરાત સરકારે અલંગ માટે એક સ્પષ્ટ અને દ્રઢ વિઝન રજૂ કર્યો છે – આગામી 10 વર્ષમાં 15,000 જહાજોનું રિસાયક્લિંગ. સાથે જ હેલ્થકેર, કામદારોની સુવિધાઓ, દરિયાઈ કૌશલ્ય તાલીમ અને પર્યાવરણમિત્ર ટેક્નોલોજીમાં વધુ રોકાણ કરવામાં આવશે.
VGRC 2026માં અલંગનું વૈશ્વિક પ્રદર્શન
રાજકોટ ખાતે 10 થી 12 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) – કચ્છ અને સૌરાષ્ટ્રમાં અલંગને માત્ર શિપ રિસાયક્લિંગ હબ (Ship Recycling Hub)તરીકે નહીં, પરંતુ ગુજરાતની ગ્રીન ટેક્નોલોજી, મેરિટાઈમ શક્તિ અને અનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવશે.
રોકાણકારો માટે અલંગ કેમ આકર્ષક?
અલંગ વૈશ્વિક બજારમાં 32% યોગદાન સાથે સ્થિર અને સતત આવકની ખાતરી આપે છે. સ્ક્રેપ પ્રોસેસિંગ, સ્ટીલ રોલિંગ, મશીનરી રિફર્બિશમેન્ટ, લોજિસ્ટિક્સ અને ટ્રેડિંગ જેવા ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગોમાં અનેક વ્યવસાયિક તકો ઉપલબ્ધ છે. રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓ અને 2035 સુધીના સ્પષ્ટ વિકાસ રોડમૅપથી રોકાણકારોમાં વિશ્વાસ વધુ મજબૂત થયો છે.
