Ahmedabad News/ અમદાવાદમાં ટ્રાફિક જામનો કાયમી ઉકેલ, AMCની પાંચ સ્તંભ વ્યૂહરચના સાથે સઘન દબાણ હટાવો અભિયાન

વધતી ટ્રાફિક સમસ્યા અને ગેરકાયદેસર દબાણ સામે AMCએ 5E વ્યૂહરચના અમલમાં મૂકી છે.શહેરના મુખ્ય માર્ગો પર કોઈ અડચણ ન રહે તે માટે AMCની ટીમો કાર્યરત છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
AMC

Ahmedabad News:અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને ગેરકાયદેસર દબાણોને કારણે રોજિંદા જીવનમાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ મજબૂત વ્યૂહરચના અપનાવી છે. શહેરને ટ્રાફિક જામ મુક્ત અને વ્યવસ્થિત બનાવવા માટે એએમસીએ એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એન્કરેજમેન્ટ, એજ્યુકેશન અને ઇવેલ્યુએશન આ પાંચ સ્તંભો પર આધારિત વ્યાપક વ્યૂહરચના અમલમાં મૂકી છે.આ વ્યૂહરચનાના મુખ્ય ભાગરૂપે હાલમાં દબાણ હટાવવા અને ગેરકાયદેસર પાર્કિંગ પર સઘન કામગીરી ચાલી રહી છે.શહેરના મુખ્ય માર્ગો પર કોઈ અડચણ ન રહે તે માટે AMCની ટીમો સવારે, સાંજે અને રાત્રે ત્રણ શિફ્ટમાં કાર્યરત છે.

AMCની ટ્રાફિકને લઈ વ્યૂહરચના

AMC

AMCનું અભિયાન શહેરના વ્યસ્ત માર્ગો પર કેન્દ્રિત છે. આમાં CG રોડ, આશ્રમ રોડ, SG હાઇવે, 132 ફૂટ અને 150 ફૂટ રિંગ રોડ સહિત અન્ય મુખ્ય રોડનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ગેરકાયદેસર હોર્ડિંગ્સ, લારી-ગલ્લા અને વાહનોના અનિયમિત પાર્કિંગને કારણે ટ્રાફિક જામની સમસ્યા વકરી હતી.દરેક ઝોનમાં ડેપ્યુટી એસ્ટેટ અધિકારીના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમો કાર્યરત છે. આ ટીમોને એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ, વાહનો અને મજૂરોની મદદ મળી રહી છે.

AMC

તાજેતરમાં SG હાઇવે પર પણ પોલીસ અને AMCની સંયુક્ત ટીમે લારી-ગલ્લા હટાવીને 300થી વધુ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.એપ્રિલથી ડિસેમ્બર 2025 દરમિયાન AMCએ આ અભિયાન હેઠળ રૂ. 4.02 કરોડ જેટલા વહીવટી ચાર્જ અને દંડ વસૂલ કર્યા છે. આ ઉપરાંત:58,000 ગેરકાયદેસર હોર્ડિંગ્સ દૂર કરાયા.14,000 લારી-ગલ્લા અને અન્ય દબાણો હટાવાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં, હેલ્મેટ નહીં પહેરો તો ખિસ્સા થશે હળવા