Ahmedabad/ ઈસનપુરની પોલીસ ચોકીની બહાર જ પોલીસને ગાળો બોલીને બનાવી રીલ 

આરોપીને ઝડપી લઈને જેલ હવાલે કરાયો

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad News : અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યા હોવાનું ઈસનપુરમાં બનેલા બનાવ પરથી જણાઈ રહ્યું છે.  થોડા દિવસ પહેલા એક આરોપીએ પોલીસને ચેતવણી આપી દારૂની પેટીની વચ્ચે ઊભા થઈને વીડિયો બનાવ્યો હતો ત્યારે વધુ એક આરોપીનો પોલીસ ચોકીની બહાર જઈને જ પોલીસને ચેતવણી આપતો તથા ગાળો આપતો વીડિયો બનાવ્યો છે. આ વીડિયો વાઈરલ થયા બાદ ઈસનપુર પોલીસે આરોપીને ઝડપીને જેલ હવાલે કર્યો છે. જોકે, આ પ્રકારે પોલીસને ચેતવણી આપીને વીડિયો બનાવતા ગુનેગારોને લઈને કાયદો વ્યવસ્થા પર સવાલ થઈ રહ્યા છે.
આ આરોપીએ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને પણ ગાળો આપી હતી. ઇસનપુરમાં રહેતા કલીમખાન ઉર્ફે ભૈયા નામના ગુનેગારે ઇસનપુર પોલીસ સ્ટેશનની સૂર્ય નગર પોલીસ ચોકીની બહાર એક વીડિયો બનાવ્યો હતો. જેમાં સમગ્ર અમદાવાદની પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને ગાળો આપી હતી તથા પોલીસને ચેતવણી આપી હતી. ગુનેગારે વીડિયોમાં પોલીસકર્મીને પણ ગાળો આપી હતી. આ વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે તપાસ કરી તો ઇસનપુરના કલીમખાનનો વીડિયો હોવાનું સામે આવ્યું હતું.
તપાસમાં આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું બહાર આવ્યું છે. ઇસનપુર પોલીસે વીડિયોમાં દેખાતા કલીમખાનની ધરપકડ કરી છે. આ સાથે જ તેના સાગરીત કાસીમ હુસેન અને ઈરફાનની પણ ધરપકડ કરી છે. આ વીડિયો આરોપીએ નશાની હાલતમાં બનાવ્યો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું. આરોપીઓ સાથે ફોરવ્હીલર ગાડી પણ કબજે કરવામાં આવી છે. કલીમખાન પર 11 જેટલા અલગ-અલગ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નેપાળ વિમાન દુર્ઘટનાઃ વિમાનમાં સવાર 19માંથી 18ના મોત, અકસ્માતમાં બચી ગયેલા પાયલટની તસવીર સામે આવી 

 આ પણ વાંચો:અભિષેક બેનર્જીના ખુલ્લા પડકાર બાદ લોકસભામાં હંગામો, TMC સાંસદોની સ્પીકર સાથે અથડામણ

આ પણ વાંચો:શું બચ્ચન અને ગાંધી પરિવાર ફરી નજીક આવી રહ્યો છે? આ રીતે જયા સંસદ સંકુલમાં સોનિયાને મળી,જોવા મળ્યું અદ્ભુત બોન્ડિંગ