Not Set/ ડેપ્યુટી સ્પીકર પદને લઈને શિવસેનાએ આપ્યું મોટું નિવેદન, અહીં રહેશે અમારો જ અધિકાર

નવી સરકાર બની ગઈ છે. કેબિનેટની રચના થઈ ગઈ અને હવે સરકારનું કામકાજ પણ શરૂ થયું ગયું છે. પરંતુ સાંસદની સભા શરૂ થવાની બાકી છે અને લોકસભામાં સ્પીકર, ડેપ્યુટી સ્પીકર માટે પસંદગી પણ બાકી છે. આવામાં બીજા અને ત્રીજા નંબરોની પાર્ટીઓ અત્યાથી જ તેમના હક વ્યક્ત કરી રહી છે. મોદી સરકારના સાથી શિવસેનાએ પણ આ […]

Top Stories India

નવી સરકાર બની ગઈ છે. કેબિનેટની રચના થઈ ગઈ અને હવે સરકારનું કામકાજ પણ શરૂ થયું ગયું છે. પરંતુ સાંસદની સભા શરૂ થવાની બાકી છે અને લોકસભામાં સ્પીકર, ડેપ્યુટી સ્પીકર માટે પસંદગી પણ બાકી છે. આવામાં બીજા અને ત્રીજા નંબરોની પાર્ટીઓ અત્યાથી જ તેમના હક વ્યક્ત કરી રહી છે. મોદી સરકારના સાથી શિવસેનાએ પણ આ પદ પર દાવો કર્યો છે, તેઓની માગણી છે કે આ પદ તેમનો હક છે અને તેમને જ મળવો જોઈએ.

શિવસેનાના રાજયસભા સાંસદ સંજય રાઉતે ગુરુવારે ડેપ્યુટી સ્પીકર પદના મુદ્દા પર કહ્યું કે અમારી એ ડિમાન્ડ નથી, આ અમારો નેચરલ ક્લેમ છે અને આ પદ શિવસેનાને જ મળવું જોઈએ.

શિવસેનાનું આ નિવેદન તે સમય આવ્યું છે જ્યારે આ પદ પર ચર્ચા ચાલી રહી છે કે આ વખતે આ તક બીજેડી કે વાયએસઆર કોંગ્રેસ જેવી પાર્ટીઓ પણ મળી શકે છે. અગાઉ એનડીએમાં ભાજપના સાથી પક્ષ મંત્રી પરિષદમાં ભાગ લેવા બદલ નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. આ જ કારણથી જેડીયુ તો સરકારમાં સામેલ જ થઇ નથી.

આપને જણાવી દઈએ કે હમણાં સ્પીકર અથવા ડેપ્યુટી સ્પીકરની પસંદગી થઈ નથી. સમાચાર છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફથી મેનાકા ગાંધી, એસ. એસ. અહલુવાલિયા જેવા વરિષ્ટ સાંસદોને લોકસભા અધ્યક્ષપદના પદ પર ચૂંટવામાં આવી શકે છે.

કહેવામાં આવી રહ્યું છે કે 19 જૂનના રોજ લોકસભા સ્પીકરની પસંદગી થશે, આ પહેલા 17 અને 18 જૂને પ્રોટેમ સ્પીકરની તરફથી નવા ચૂંટાયેલા સદસ્યોને શપથ લેવડાવવામાં આવશે.