લોકસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતી મેળવીને સત્તા સંભાળી રહેલી મોદી સરકાર માટે આવનારા સમયમાં ઘણા વિકટ પ્રશ્નો ઉભા જ છે, જેમા બેરોજગારી, જનસંખ્યામાં સતત થઇ રહેલો વધારો, અર્થતંત્રને પટરી પર લાવવું વગેર. પરંતુ સરકાર માટે સૌથી મોટો પ્રશ્ન રામ મંદિરનો પણ બને તો કોઇ નવાઇ નહી. ચૂંટણી પહેલા સતત રામ મંદિર અને અયોધ્યાનો મુદ્દો ઉપસ્થિત કરનારી શિવસેના હવે ચૂંટણી પૂરી થયા બાદ ફરી આ મુદ્દે જાગી ગઇ છે.
સુત્રોનાં જણાવ્યા અનુસાર, શિવસેનાં પક્ષ પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે નવા ચૂંટાયેલા ૧૮ સાંસદ સાથે અયોધ્યા જવાના છે. ૧૫ જૂનમાં તેઓ અયોધ્યા જઈ રામ જન્મભૂમિની મુલાકાત લેશે. અગાઉ ઉદ્ઘવ ઠાકરેએ અયોધ્યાની મુલાકાત લીધી હતી. આપને યાદ હશે કે રામ મંદિરનો મુદ્દો ચૂંટણી સમયે ઘણો ઉછાળવામાં આવ્યો હતો અને તે સમયે પણ સત્તામાં સહભાગી હોવા છતાં ઠાકરેએ મોદી સરકારની સખત ટીકા કરી હતી. હિન્દુત્વનાં નારા સાથે સેનાએ ફરી મુદ્દો ઉપાડ્યો છે. ભાજપે પોતાના વચનનામામાં કાયદાની હદમાં રહી મંદિર બાંધવાની જાહેરાત કરી છે. જો કે આ મામલે સુપ્રિમ કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. શિવસેના ધીમે ધીમે ફરી ભાજપ વિરોધી અભિગમ અપનાવી સરકારને વિવિધ મુદ્દે ભીંસમાં લેવાની તૈયારી કરી રહી હોય તેમ જણાઈ રહ્યું છે.
ભાજપની લોકસભા ચૂંટણીમાં જીત બાદ હવે શિવસેનાને મોદી સરકારથી ઘણી આશાઓ બંધાઇ છે. જેમાનું એક રામ મંદિર નિર્માણ છે. તાજેતરમાં આ મામલો સુપ્રિમ કોર્ટમાં છે તેમ છતા શિવસેના ભાજપ પર રામ મંદિરનાં નિર્માણનો મુદ્દો આવનારા સમયમાં જોરસોરથી ઉડાવે તેવી ભીંતી હાલમાં જોવા મળી રહી છે. જોવાનું રહેશે કે આ મુદ્દે શું ફરી એકવાર શિવેસના ભાજપ વિરોધી વલણોની શરૂઆત કરશે.
