એક બાજુ દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવની સ્થિતિનું નીર્માણ થયું છે. ત્યારે બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં કોરું ધાકોર છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચતા જગતનો ચિંતામાં મુકાયો છે.

- વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં
- હવે તો મેઘરાજા કરો મહેર
મેઘરાજા જાણે રુઠ્યા હોય તેવું લાગી રહ્યું છે. એક બાજુ મેઘતાંડવ છે. તો બીજી બાજુ કોરુ ધાકોર છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. ત્યારે ઉત્તર ગુજરાતના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. મહેસાણા, બનાસકાંઠા, કચ્છ અને પાટણ જિલ્લામાં વરસાદની ઘટ ઉભી થઇ છે. જેને લઇને જગતનો તાત ચિંતામાં જોવા મળ્યો છે. ચોમાસા માત્ર સામાન્ય વરસાદ થતાં ખેડૂતને આશા બંઘાઇ હતી કે સારો વરસાદ થશે તેવી આશાએ વાવણી કરી પરતું વરસાદ પાછો ખેચાતા ખેડૂતોને પાકની ચિંતા સતાવી રહી છે.

પાટણ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ બાદ સમય વીતવા લાગ્યો અને વરસાદ ખેંચાયો છે. સામાન્ય રીતે ચોમાસું સીઝનમાં ૩.૩૨ લાખ હેકટરમાં વાવેતર થાય છે. પરંતુ હાલની સ્થિતિ મુજબ માત્ર ૧.૧૨ લાખ હેકટરમા જ ખરીફ વાવેતર થયું છે. ખેતીવાડી વિભાગ પણ વાવેતરને લઇને સારા વરસાદની આશા રાખીને જિલ્લામાં સારા વાવેતરની આશા સેવી રહ્યું છે.
આમ તો અષાઢ માસમાં વરસાદ મન મુકીને વરસે છે પરંતુ ચાલુ વર્ષે હજુ પણ અષાઢ વીતવા છતાંય વરસાદ વરસવાનું નામ ન લેતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. અને વરસાદની વાટ જોઇને બેઠો છે.
