T20 વર્લ્ડ કપમાં ભારતને પાકિસ્તાન સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની હાર થતાં જ પાકિસ્તાનના ચાહકો આનંદથી ઉછળી પડ્યા હતા. પરંતુ ભારતમાં પણ કેટલાક લોકો પાકિસ્તાનની જીતની ઉજવણી કરવા લાગ્યા. ઉદયપુરના શિક્ષિકાએ પણ આવું જ કંઈક કર્યું. પરંતુ હવે આ શિક્ષિકા પોતાના નિવેદનથી પલટી ગઇ છે.
ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો કે તરત જ ઉદયપુરની નીરજા મોદી સ્કૂલની શિક્ષિકા નફીસા અત્તારીએ પોતાના વોટ્સએપ સ્ટેટસ પર વિરોધી ટીમનો એક વીડિયો શેર કર્યો. આ વીડિયોની નીચે કેપ્શન આપતા આ શિક્ષિકાએ લખ્યું છે કે, ‘અમે જીત્યા છીએ, અમે જીત્યા છીએ.’ ત્યારે આ શિક્ષિકાના સ્ટેટસનો જવાબ આપતાં એક બાળકના પિતાએ કહ્યું કે શું તમે પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યા હતા? જવાબમાં આ શિક્ષિકાએ હા પાડી. આ પછી જ ઉદયપુર શહેરમાં મોટો હોબાળો થયો. ટીચર નફીસા અત્તારી ટ્રોલ થવા લાગી.
પહેલા તે શિક્ષકને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા. શિક્ષિકા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 20,000 રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા. શિક્ષકે કહ્યું, ‘હું ભારતને એટલો જ પ્રેમ કરું છું જેટલો તમે બધા કરો છો. મારો આવુ કરવાનો બિલકુલ મતલબ ન હતો, જો તમને બધાને આવું લાગ્યું હોય તો હું તેના માટે માફી માંગુ છું.
