Not Set/ પ્રેમી સાથે પત્નીની રાસલીલાને ખુદ પતિએ જ પકડી, જાણો શું થયું પછી

પતિ, પત્ની ઔર વો ના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે હાલમાં જ એક આવો કિસ્સો સામે આવ્યો છે પરંતુ આ કિસ્સામાં પતિએ તેની પત્નીને પ્રેમીને મળતા તો જોઈ જ સાથે પ્રેમી પાસે 193 કિ.ગ્રામનો ગાંજાનો જથ્થો પણ મળી આવ્યો છે. આપને જણાવીએ કે નવરંગપુરામાં પત્ની જયારે તેના પ્રેમીને મળવા જઈ રહી હતી ત્યારે […]

Top Stories Ahmedabad Gujarat

પતિ, પત્ની ઔર વો ના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે હાલમાં જ એક આવો કિસ્સો સામે આવ્યો છે પરંતુ આ કિસ્સામાં પતિએ તેની પત્નીને પ્રેમીને મળતા તો જોઈ જ સાથે પ્રેમી પાસે 193 કિ.ગ્રામનો ગાંજાનો જથ્થો પણ મળી આવ્યો છે.

આપને જણાવીએ કે નવરંગપુરામાં પત્ની જયારે તેના પ્રેમીને મળવા જઈ રહી હતી ત્યારે તેના પતિએ તેનો પીછો કર્યો ત્યારબાદ આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જ્યાં પ્રેમી પાસેથી ગાંજો મળી આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી.પોલીસે જોગર્સ પાર્કની ગલીમાં સૂર્યવંશ એપાર્ટમેન્ટમાં ટેરેસ પર પેન્ટ હાઉસમાંથી 193 કિ.ગ્રામનો જથ્થો કબ્જે લઈ પ્રેમીની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવેલ માહિતી મુજબ સરદાર પટેલ કોલોનીમાં રહેતાં એક યુવકના ધ્યાનમાં આવ્યું કે છેલ્લા ઘણા સમયથી તેની પત્ની તેના પ્રેમીને છુપાઈ છુપાઈને મળવા જાય છે. જેના બાદ શુક્રવારે સાંજે યુવકે તેની પત્નીનો પીછો કરતાં

તે સુર્યવંશ એપાર્ટમેન્ટમાં ટેરેસ પર પેન્ટહાઉસમાં ગઈ હતી.યુવેક પેન્ટહાઉસમાં પત્નીને પ્રેમી સમીર સાથે ઝડપી તેમજ મકાનમાં ગાંજો પડયો હોવાથી પોલીસને જાણ કરી હતી.

મહત્વનું છે કે યુનિર્વિસટી પોલીસે સુર્યવંશ એપાર્ટમેન્ટના પેન્ટાહાઉસમાં રહેતાં સમીર અશોકકુમાર પંચાલ (ઉં,34)ની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.