કૉંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ હાલ રાજ્યમાં હેલિકોપ્ટરમાં ફરીને પ્રચાર કરી રહ્યા છે.જો કે હાર્દિક પટેલને હેલિકોપ્ટરમાં પ્રચાર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. પંચચહાલ લોકસભા સીટના કૉંગ્રેસના ઉમેદવાર વી.કે.ખાટના પ્રચાર માટે હાર્દિક પટેલ મહીસાગર પહોંચવાનો હતો. પરંતુ હાર્દિક પહોંચે તે પહેલાં જ ખેતરમાં રાતોરાત તૈયાર કરાયેલા હેલિપેડમાં હેલિકોપ્ટર ઉતારવા બાબતે ખેડૂતોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
જેથી મહીસાગરના અધિક કલેક્ટરે હાર્દિકનું હેલિકોપ્ટર ઉતારવા માટે મંજૂરી રદ્દ કરી હતી.
ટ્વિટર પરથી બેરોજગાર શબ્દ હટાવ્યો
બીજી તરફ હાર્દિક હેલિકોપ્ટરમાં ફરીને હાઇટેક પ્રચાર કરી રહ્યા છે ત્યારે ટ્વિટર પર તેમની બેરોજગારની ટ્વિટ પર લોકો મજાક ઉડાવી રહ્યા છે.હાર્દીકે તેમના ટ્વિટર એકાઉન્ટનું નામ બદલીને બેરોજગાર હાર્દિક પટેલ લખ્યું હતું.જો કે હવે હાર્દિકે ટ્વિટર પર તેમના નામ આગળથી બેરોજગાર શબ્દ કાઢી નાખ્યો છે.

હાર્દિક પટેલે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી બેરોજગાર શબ્દ હટાવી લીધો છે. હાર્દિક જ્યારે નામની આગળ બેરોજગાર શબ્દ લખાવ્યો ત્યારે તેમની ખૂબ ટીકા થઇ હતી, અને હાલ પણ થતી આવતી હતી. હાલ એવું જાણવા મળે છે કે, હાર્દીકે જ્યારથી હેલિકોપ્ટરમાં ફરવાનું શરૂ કર્યું ત્યારથી સોશિયલ મીડિયામાં ભારે ટીકાઓ થયા બાદ હાર્દિકે કંટાળીને ટ્વિટર પરથી બેરોજગાર શબ્દ હટાવી લીધો હતો.
