Amreli News/ અમરેલીનું મીતીયાળા ફરી હચમચ્યું! 30 કલાકમાં ભૂકંપના 14 આંચકાથી લોકોમાં ફફડાટ

Amreliના સાવરકુંડલા પંથકનું મીતીયાળા ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠ્યું. 30 કલાકમાં 3.58 ની મહત્તમ તીવ્રતા સહિત કુલ 14 નાના-મોટા આંચકા નોંધાતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ.

Top Stories Gujarat Others
Amreli Earthquake News

Amreli Earthquake News: અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં ધરતીના પેટાળમાં સતત થઈ રહેલી હલચલને કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં છેલ્લા 30 કલાકની અંદર નાના-મોટા ભૂકંપના કુલ 14 જેટલા આંચકા અનુભવાયા છે. એકસાથે આટલા બધા આંચકાઓ આવતા સ્થાનિક લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગે પણ આ આંચકાઓની સત્તાવાર પુષ્ટિ કરી ડેટા જાહેર કર્યો છે.

Amreli :રાત્રિના સમયે લોકો ઊંઘમાંથી સફાળા જાગ્યા

સિસ્મોલોજી વિભાગના આંકડા મુજબ, રાત્રિના અંધકારમાં પણ ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો હતો. રાત્રે 1:14 મિનિટે 3.0 ની તીવ્રતાનો એક મોટો આંચકો આવતા મીઠી ઊંઘ માણી રહેલા ગ્રામજનો સફાળા જાગી ગયા હતા અને જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. ત્યારબાદ રાત્રે 1:37 કલાકે 1.1 ની તીવ્રતાનો અને સવારે 8:58 વાગ્યે ફરી 1.5 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.

8 એપ્રિલના રોજ આવેલા 7 આંચકાની ટાઈમલાઈન

મીતીયાળામાં 8 એપ્રિલનો દિવસ લોકો માટે ભારે ડરામણો રહ્યો હતો. સવારના ભાગમાં જ એક પછી એક 7 આંચકા નોંધાયા હતા, જેમાં 3.58 ની તીવ્રતાનો આંચકો સૌથી શક્તિશાળી હતો:

સમય તીવ્રતા
વહેલી સવારે 04:15 વાગ્યે 8 ની તીવ્રતા
વહેલી સવારે 04:16 વાગ્યે 3 ની તીવ્રતા
વહેલી સવારે 04:24 વાગ્યે 0 ની તીવ્રતા
વહેલી સવારે 04:57 વાગ્યે 4 ની તીવ્રતા
સવારે 07:00 વાગ્યે 2 ની તીવ્રતા
સવારે 07:15 વાગ્યે 58 ની તીવ્રતા (સૌથી મોટો આંચકો)
સવારે 07:51 વાગ્યે 5 ની તીવ્રતા

મીતીયાળા સહિત આસપાસના ગામોમાં ભયનો માહોલ

ભૂકંપની અસર માત્ર મીતીયાળા પૂરતી સીમિત રહી ન હતી. ધરતીમાં થતા કંપનની અસર આસપાસના ગામો જેવા કે ભાડ, વાંકિયા, ધજડી, સાકરપરા અને ઈંગોરાળામાં પણ વર્તાઈ હતી. અવિરતપણે આવી રહેલા આ આંચકાઓને કારણે ગ્રામીણ વિસ્તારોમાં એટલો ભય વ્યાપી ગયો છે કે, લોકો પોતાના પાકા મકાનોમાં જતાં ડરી રહ્યા છે અને સુરક્ષાના કારણોસર ઘરની બહાર ખુલ્લા મેદાનમાં રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે.


આ પણ વાંચો: ધરા ધ્રુજતા ફફડાટ! વલસાડમાં બપોરના સમયે અનુભવાયો ભૂકંપનો આંચકો

આ પણ વાંચો: દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા

આ પણ વાંચો: નવસારી-વાંસદા જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી ભયનું વાતાવરણ