Lifestyle/ ઓછા તેલમાં ઝટપટ બનતી રેસિપી…સોયાબીન વડી અને ચણા દાળથી બનેલો ટેસ્ટી નાસ્તો..!

આ સ્વાસ્થ્યપ્રદ બ્રેકફાસ્ટ સોયાબીન વડી-ચણાદાળની કટલેટ (Soya Chana Dal Cutlet) વાનગીની મજા તમે તમારી મનપસંદ ચટણી, કેચઅપ અથવા ચા સાથે માણી શકો છો!

Trending Food Health & Fitness Lifestyle
Soya Chana Dal Cutlet, વજન ઘટાડવા, પ્રોટીન, બ્રેકફાસ્ટ, વાનગી

Lifestyle: પ્રોટીનથી સભર આ નાસ્તો ઘણો જ સ્વાસ્થ્યપ્રદ ગણાય છે અને વજન ઘટાડવા માટે એને તમે નિશ્ચંત થઇને ખાઇ શકો છો. આ સ્વાસ્થ્યપ્રદ બ્રેકફાસ્ટ છે સોયાબીન વડી-ચણાદાળની કટલેટ (Soya Chana Dal Cutlet)…જેને તમે ડિનરમાં પણ ખાઇ શકો છો.

બ્રેકફાસ્ટ (Breakfast)માં સૌ કોઇ જુદી-જુદી રેસિપી ટ્રાય કરતા હોય છે અને જો તમે હૅલ્ધી તથા ઓછા તેલમાં તૈયાર થનારો સ્વાદિષ્ટ નાસ્તો આરોગવા માગતા હો તો એક વાર સોયાબીનની વડી અને ચણા દાળનો આ સ્વાદિષ્ટ નાસ્તો ઝડપથી બનાવીને તૈયાર કરી શકો છો. એને બનાવવાનું અત્યંત સરળ હોવા ઉપરાંત, પ્રોટીનથી સભર (Protein Rich) આ નાસ્તો ઘણો જ સ્વાસ્થ્યપ્રદ ગણાય છે અને વજન ઘટાડવા માટે એને તમે નિશ્ચંત થઇને ખાઇ શકો છો. તો વિના વિલંબે ફટાફટ જાણી લઇએ સોયાબીન વડી-ચણાદાળની કટલેટની વાનગી (Recipe) બનાવવાની સામગ્રી અને વિધિ અંગે…

શી રીતે બનાવશો સોયાબીન વડી-ચણાદાળની કટલેટ? (Soya Chana Dal Cutlet Recipe)

સોયાબીન વડી અને ચણાદાળની કટલેટ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Soya Chana Dal Cutlet, વજન ઘટાડવા, પ્રોટીન, બ્રેકફાસ્ટ, વાનગી

સામગ્રી

1 કપ ચણા દાળ

દોઢ કપ સોયાબીનની વડી

કપ સત્તુ અથવા શેકેલું બેસન

4-5 ચમચી તેલ કે બટર (દાળ અને સોયાવડી શેકવા માટે)

1 ચમચી આખું જીરું

1 ચમચી આખા ધાણા

1 ચમચી કાળા મરીનો પાવડર

1/2 ચમચી હીંગ

1 ચમચી લાલ મરચું

1/2 ચમચી હળદર

3-4 લીલા મરચા

તાજી કોથમીર અને બારીક સમારેલી દાંડીઓ

સ્વાદાનુસાર મીઠું

શેલો ફ્રાય કરવા માટે તેલ

Soya Chana Dal Cutlet, વજન ઘટાડવા, પ્રોટીન, બ્રેકફાસ્ટ, વાનગી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ 1 કપ ચણા દાળને બે વાર સારી રીતે ધોઇ લેવી અને 2 કલાક પાણીમાં પલાળી રાખવી.

2. હવે દોઢ કપ સોયાબીનની વડી (Soya Chunks) લઇને એને ધોઇને ગરમ પાણીમાં 10-15 મિનિટ પલાળી રાખો.

3. સોયા વડીને સારી રીતે નિચાવીને પાણીમાંથી કાઢી લેવી અને 1 થી 2 વાર ઠંડા પાણીથી ધોઇ લેવી.

4. એક પૅનમાં થોડું તેલ કે બટર લેવું. એમાં પલાળીને પાણીમાંથી નિચોવીને કાઢેલી સોયા વડીને મધ્યમ તાપે હળવી શેલો ફ્રાય કરી લેવી.

5. આ જ પેનમાં, શેકેલી સોયાવડી કાઢીને એમાં જ પલાળેલી ચણાની દાળ (Chana Dal)ને થોડા પાણીમાં નરમ થાય ત્યાં સુધી પકાવી લેવી. 5 જ મિનિટમાં એ ચડી જશે.

6. હવે પલાળેલી ચણા દાળમાંથી પાણી દૂર કરીને એને હળવી વાટી લેવી. હવે સોયા વડીને પણ વાટી લઇને એમાં મિક્સ કરી દો.

7. આ દરદરી પેસ્ટમાં આખું જીરું, આખા ધાણા, હીંગ, મીઠું, લાલ મરચું, હળદર, તાજી સમારેલી કોથમર, લીલા મરચા અને કોથમીરની બારીક સમારેલી દાંડીઓ ઉમેરી દેવી. એ ઉપરાંત, કાળા મરીનો પાવડર પણ મિક્સ કરવો.

8. બાઇન્ડિંગ માટે એમાં અડધો કપ સત્તુ અથવા તો શેકેલું બેસન (Besan) મિક્સ કરી લેવું.

9. આ મિશ્રણમાંથી કટલેટનો મનપસંદ શૅપ આપીને તૈયાર કરી લો.

10. હવે એક પૅનમાં થોડું તેલ મૂકીને ગરમ કરી આ કટલેટ્સને શેલો ફ્રાય કરી લો.

Soya Chana Dal Cutlet, વજન ઘટાડવા, પ્રોટીન, બ્રેકફાસ્ટ, વાનગી

આ કટલેટની ખાસિયત એ છે કે, એને જેટલી પાતળી બનાવશો એટલી વધારે ક્રિસ્પી બનશે. બંને સાઇડથી ગોલ્ડન ફ્રાય થાય ત્યારે એને એક પ્લેટમાં કાઢી લેવી.

તો તૈયાર છે તમારી સોયાબીન વડી-ચણાદાળની કટલેટ…તમે તમારી મનપસંદ ચટણી, કેચઅપ અથવા ચા સાથે જેની મજા માણી શકો છો!


આ પણ વાંચો: લોટમાં મિક્સ કરી દો બસ એક વસ્તુ…ખૂમચા જેવી ક્રિસ્પી પાણીપુરી બનશે! જાણો સિક્રેટ ટ્રિક..!

આ પણ વાંચો:  ચણાની સાથે બનાવો શામી કબાબ, આંગળીઓ ચાટતાં રહી જશો

આ પણ વાંચો: લોટ અથવા તો મેંદો નહિં…બનાવો સોજીમાંથી આ ક્રિસ્પી ફરસાણ…મહિનાઓ સુધી ખરાબ નહિં થાય..!