Dharma & Bhakti/ રામનવમી ક્યારે છે? 26 કે 27 માર્ચ…જાણો તહેવારની સાચી તારીખ, શુભ મુહૂર્ત અને પૂજન સામગ્રી વિશે…

ભગવાન રામના જન્મોત્સવને રામનવમી તહેવાર (Ram Navami 2026)ના સ્વરુપે અનેરા આનંદ-ઉલ્લાસથી મનાવવામાં આવે છે…એની સાચી તારીખ વિશે જાણો…

Trending festival Religious Rashifal Dharma & Bhakti
Ram Navami 2026, રામનવમીનો તહેવાર, શુભ મુહૂર્ત, તારીખ

Dharm & Bhakti: ચૈત્ર નવરાત્રિ (Chaitra Navratri)ની નોમની તિથિ પર રામનવમીનો તહેવાર (Ram Navami 2026 Festival) મનાવવામાં આવે છે. એવું કહે છે કે, આ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો. પરંતુ, આ વખતે રામનવમીની તારીખ અંગે ઘણા લોકોમાં મૂંઝવણ વ્યાપેલી છે. અહિં અમે તમને આ જ મૂંઝવણનો ઉકેલ આપવાનો પ્રયાસ કરીશું અને રામનવમીની સાચી તારીખ, મુહૂર્ત અને પૂજન સામગ્રીની યાદી પણ આપીશું.

Ram Navami 2026, રામનવમીનો તહેવાર, શુભ મુહૂર્ત, તારીખ

શ્રી રામ ભગવાનનો જન્મોત્સવ

ભગવાન રામના જન્મોત્સવ (Lord Rama’s Birthday)ને રામનવમી તહેવારના સ્વરુપે અનેરા આનંદ-ઉલ્લાસથી મનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ચૈત્ર શુક્લ પક્ષની નવમી તિથિ અર્થાત્ નવરાત્રિના નવમા દિવસે રામનો જન્મ થયો હતો. આ જ કારણ છે કે, દર વર્ષે આ તિથિએ શ્રી રામ ભગવાનનો જન્મોત્સવ ભારતભર (India)માં ધૂમધામપૂર્વક મનાવાય છે. આ પર્વની પૂજા માટે બપોરે 12 વાગ્યાનો સમય સર્વાધિક શુભ હોય છે.

હવે પ્રશ્ન એ છે કે, આ વર્ષે રામનવમીનું પર્વ ક્યારે મનાવવામાં આવશે? એનો ઉત્તર છે…વર્ષ 2026નું રામનવમીનું પર્વ 27 માર્ચના રોજ મનાવાશે. હવે જાણીશું, રામનવમીની પૂજાનું મુહૂર્ત અને સામગ્રીની યાદી વિશે…

Ram Navami 2026, રામનવમીનો તહેવાર, શુભ મુહૂર્ત, તારીખ

ક્યારે છે રામ નવમી 2026? (Ram Navami 2026 Date)

પંચાંગ અનુસાર, રામ નવમીનું પાવન પર્વ ઉદયા તિથિ અનુસાર, 27 માર્ચ 2026ના રોજ મનાવવામાં આવશે. નોમની તિથિ (Nom Tithi) 26 માર્ચ 2026 ની સવારે 11:48થી શરુ થઇને 27 માર્ચ 2026 ની સવારે 10:06 વાગ્યા સુધી વિદ્યમાન રહેશે.

રામ નવમી પૂજા મુહૂર્ત

27 માર્ચ 2026ના રોજ રામ નવમીનું શુભ મુહૂર્ત (Shubh Muhurat) સવારે 11:13 થી બપોરે 01:41 વાગ્યા સુધીનું રહેશે. જ્યારે રામ નવમીની મધ્યાહ્નનો સમય બપોરે 12:27 વાગ્યાનો છે.

Ram Navami 2026, રામનવમીનો તહેવાર, શુભ મુહૂર્ત, તારીખ

રામ નવમીની પૂજન સામગ્રી

આ માટે તમારે રામ દરબાર (Ram Darbar)ની તસવીર અથવા મૂર્તિની સ્થાપના કરવાની રહેશે. પીળા કે લાલ રંગના વસ્ત્રો ધારણ કરાવીને ધૂપ, દીપ, કપૂર, ચંદન, અક્ષત, કુમકુમ, નાડાછડી, પાન-સોપારી, ગંગાજળ, પંચામૃત, જનોઈ, ફળ, મીઠાઈ, પાણીનો કળશ, ઘંટડી, શંખ વગેરે સામગ્રીથી પ્રભુનું પૂજન કરીને રામાયણ અથવા રામચરિત માનસનો પાઠ ભાવપૂર્વક કરવો.


આ પણ વાંચો: 

આ પણ વાંચો: આજે ચૈત્ર નવરાત્રિની રાત્રે કરો આ 4 વિશેષ ઉપાય….મા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરો..!

આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાનું આગમન પાલખીમાં….પ્રસ્થાન હાથી પર..જાણો ભાવિ સંકેતો…