Dharma & Bhakti/ આજે ચૈત્ર નવરાત્રિની રાત્રે કરો આ 4 વિશેષ ઉપાય….મા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરો..!

ચૈત્ર નવરાત્રિ (Chaitra Navratri)ની પ્રત્યેક રાત્રે સૂતા પહેલા ઘરના મુખ્ય દરવાજા પર ગાયના ઘીનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Chaitra Navratri, માતા દુર્ગા, નવદુર્ગા, દીવો, કપૂર

Dharm & Bhakti: ચૈત્ર નવરાત્રિની આજ રોજ 19 માર્ચ (Chaitra Navratri 2026, 19 March)થી શરુઆત થઇ ચૂકી છે અને આ પર્વ પૂરા 9 દિવસો સુધી ચાલશે. આને અત્યંત પાવન પર્વ માનવામાં આવે છે અને આ નવ દિવસો દરમિયાન, માતા નવદુર્ગા (Nav Durga)ની ઉપાસના કરવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રિ (Chaitra Navratri 2026)ના ઋણમુક્તિ ઉપાયો

એવી ધાર્મિક માન્યતા છે કે, જો કોઈ પણ વ્યક્તિ ઋણ અથવા તો કોઇ પણ જાતની આર્થિક મુશ્કેલી (Debt or Economic Problem)થી ઝઝૂમી રહી હોય તો આ નવ દિવસો દરમિયાન કેટલાક વિશેષ ઉપાય કરવાથી રાહત પ્રાપ્ત થઇ શકે છે. માતા લક્ષ્મી (Mata Lakshmi)ની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત કરવાનો આ અનોખો અવસર છે અને સૌ ભક્તજનોએ એનો લાભ લેવો જોઇએ.

તો ચાલો જાણીએ કે એવા કયા 3 સરળ ઉપાયો (Upay) છે જે કરવામાત્રથી જ જીવનમાં સકારાત્મક પરિવર્તનો થઇ શકે છે.

1. મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવો

ચૈત્ર નવરાત્રિની પ્રત્યેક રાત્રે સૂતા પહેલા ઘરના મુખ્ય દરવાજા પર ગાયના ઘીનો દીવો (Cow Ghee Lamp) પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. દીવાની જ્યોત પૂર્વ કે ઉત્તર (East or North) તરફ રહે એ રીતે રાખવી જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. જો સંભવ હોય તો એમાં થોડું કેસર પણ ઉમેરી શકો છો અને આમ કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે.

Chaitra Navratri, માતા દુર્ગા, નવદુર્ગા, દીવો, કપૂર

2. કપૂર અને લવિંગનો ઉપાય

ચૈત્રી નવરાત્રિની રાત્રે કપૂર અને લવિંગ (Camphor and Cloves) પ્રજ્જવલિત કરીને એનો ઘુમાડો આખા ઘરમાં ફેલાવવાનું અત્યંત લાભકારી માનવામાં આવે છે. આ ઉપાય દરિદ્રતા (Poverty)ને દૂર કરવા માટે અને ઘરનું વાતાવરણ સકારાત્મક બનાવી રાખવા માટે સહાયક સિદ્ધ થાય છે.

Chaitra Navratri, માતા દુર્ગા, નવદુર્ગા, દીવો, કપૂર

3. કમળ ગટ્ટાની માળાથી મંત્ર જાપ

ચૈત્ર નવરાત્રિની રાતે કમળ ગટ્ટાની માળા વડે…

ॐ શ્રીં હ્રીં ક્લીં મહાલક્ષ્મ્યૈ નમ:

મંત્રનો 108 વાર જપ (Mantra Jaap) કરવાનું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ધન અને ભાગ્ય (Luck) સાથે સંલગ્ન લાભ મળવાની સંભાવના રહે છે એવી જ્યોતિષીય માન્યતા છે.

Chaitra Navratri, માતા દુર્ગા, નવદુર્ગા, દીવો, કપૂર

4. પીળી કોડીઓ અને ચાંદીનો સિક્કો

જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, ચૈત્ર નવરાત્રિની રાત્રે એક લાલ રંગના કપડામાં 5 અથવા તો 11 પીળી કોડીઓ અને એક ચાંદીનો સિક્કો (Silver Coin) બાંધીને માતા દુર્ગાના ચરણોમાં મૂકી દેવો. નવરાત્રિ પૂર્ણ થયે એને તિજોરીમાં રાખી દેવો. આમ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે એવી માન્યતા છે.

અખંડ જ્યોતનું ધ્યાન રાખવું

ચૈત્ર નવરાત્રિમાં જો ઘરમાં અખંડ જ્યોતિ (Akhand Divo) પ્રજ્વલિત કરી હોય તો રાત્રિ દરમિયાન એ પ્રગટેલી રહે એનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. એ સકારાત્મક ઊર્જા અને દેવીની કૃપા જાળવી રાખવા માટેનું પ્રતીક માનવામાં આવે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: 

આ પણ વાંચો: શારદીય નવરાત્રિ ઉપવાસના પારણા ક્યારે કરવા? જાણીએ તિથિ, પૂજા વિધિ અને શુભ મુહૂર્ત…

આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાનું આગમન પાલખીમાં….પ્રસ્થાન હાથી પર..જાણો ભાવિ સંકેતો…