Dharma & Bhakti/ નવરાત્રિમાં નવદુર્ગાના 9 સ્વરુપો અને મહિમા…તિથિ મુજબ શુભ રંગ જાણો!

નવરાત્રિ દરમિયાન; રાસ-ગરબાના શોખીન સ્ત્રી-પુરુષો સુંદર વસ્ત્રો ધારણ કરીને માતાજીના ચોકમાં આનંદથી ગરબે ધૂમે છે. આ સંજોગોમાં નવ દિવસ કયા રંગના વસ્ત્રો…

Trending NAVRATRI 2025 Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: નવરાત્રિના આગમનને હવે થોડા દિવસોની જ વાર છે. શ્રાદ્ધપક્ષ જેવું પૂર્ણ થશે કે અશ્વિન માસના શુક્લ પક્ષનો પ્રારંભ થશે. આસો સુદ એકમથી લઇને આસો સુદ નોમ સુધીના નવ દિવસ માતાજીના વિવિધ રુપોની આરાધના કરવાના પાવન દિવસો ગણાય છે. ઘણા ભક્તજનો આ પર્વ દરમિયાન, ઉપવાસ પણ રાખે છે અને માતાની સ્તુતિ તથા આરતી કરીને ગરબે ઘૂમે છે.

નવરાત્રિ (Navratri)ના આ 9 દિવસ દરમિયાન; મહિલાઓ, કન્યાઓ તથા નાની-નાની બાળાઓ સુંદર વસ્ત્ર-પરિધાનથી સજ્જ થાય છે અને હવે તો પુરુષો પણ પાછળ રહ્યાં નથી! રાસ-ગરબા (Raas- Garba)ના શોખીન સ્ત્રી-પુરુષો આભલાં, મોતી તથા ભાતીગળ રંગોવાળા સુંદર વસ્ત્રો ધારણ કરીને માતાજીના ચોકમાં આનંદથી ગરબે ધૂમે છે. આ સંજોગોમાં નવ દિવસ કયા રંગના વસ્ત્રો પહેરી ગરબે ઘૂમવું તેમજ માતાની પૂજા કરવી એ અંગે અમુક ધાર્મિક માન્યતાઓ પ્રચલિત છે. તો ચાલો જાણીએ કે, એકમથી લઇને નોમ તિથિ સુધી કયા માતાજીની આરાધના થાય છે અને એ તિથિએ કયા રંગના વસ્ત્રો (Cloth Colour) પહેરવા શુભ (Auspicious) રહેશે..

માતા દુર્ગા, માતા અંબા, માતા જગદંબા (Durga, Amba, Jagdamba) વગેરે માતાજીના અનેક નામો છે પરંતુ, આખરે તો સ્વરુપ એક જ છે! કુલ 9 દિવસ સુધી ઉજવાતી શારદીય નવરાત્રી પૂર્વે મા અંબા (દુર્ગા)નાં 9 સ્વરૂપો (9 Forms) વિશે જાણીશું. તથા એ પણ જાણીશું કે, આ પવિત્ર નવ દિવસ (Nine Days) દરમિયાન માતાજીના ચોકમાં કયા રંગના વસ્ત્રો પહેરી ગરબે ઘૂમવું તેમજ કયા માતાજીની પૂજા કરવી.

પ્રથમ તિથિએ શૈલપુત્રી

મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી છે. પર્વતરાજ હિમાલયના ત્યાં જન્મ લેવાને કારણે, તેણીને શૈલપુત્રી કહેવામાં આવે છે. સફેદ તિથિએ શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ભક્તોનું જીવનમાં સદા ધન-ધાન્યનો વાસ રહે છે. આ પ્રથમ દિવસે કેસરી રંગના વસ્ત્રો ધારણ કરવા શુભ રહેશે.

દ્વિતિય તિથિએ બ્રહ્મચારિણી

મા દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી છે. નવરાત્રિની દ્વિતિય તિથિએ તેમની પૂજા કરવામાં આવે છે. આ સ્વરૂપ ભક્તો અને સાધકોને અનંત ફળ પ્રદાન કરનારું છે. તેમની આરાધનાથી તપ, ત્યાગ, નૈતિકતા અને સંયમની ભાવનાઓ જાગૃત થાય છે. આ દ્વિતિય દિવસે સફેદ રંગના વસ્ત્રો ધારણ કરવા શુભ રહેશે.

તૃતિય તિથિએ ચંદ્રઘંટા

મા દુર્ગાનું ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટા છે. નવરાત્રિની તૃતીય તિથિએ તેમની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે તથા જીવનમાં સાહસના ગુણો વધે છે. અવાજમાં દિવ્ય અલૌકિક મધુરતાનો સમાવેશ થાય છે અને આકર્ષણ વધે છે. આ તૃતિય દિવસે લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા શુભ રહેશે.

ચતુર્થ તિથિએ કુષ્માંડા

આસો સુદ ચોથના દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિને સિદ્ધિઓ તથા ધનની પ્રાપ્તિ થાય છે. એમની સાધનાથી તમામ રોગો અને દુઃખોથી મુક્તિ મળે છે અને આયુષ્ય તથા કીર્તિમાં વધારો થાય છે. આ ચતુર્થ દિવસે ભૂરા રંગના વસ્ત્રો ધારણ કરવા શુભ રહેશે.

પંચમી તિથિએ સ્કંદમાતા

નવરાત્રિની પંચમીનો દિવસ સ્કંદમાતાની પૂજાનો દિવસ છે, જે મોક્ષના દ્વાર ખોલે છે તથા તે પરમ સુખદાયી છે. માતા પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ પાંચમા દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા શુભ રહેશે.

ષષ્ઠી તિથિએ કાત્યાયની

માતાજીનું છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી અદ્ભૂત શક્તિ પ્રાપ્ત થાય છે. કાત્યાયની સાધકને શત્રુઓનો નાશ કરવા માટે સક્ષમ બનાવે છે. સંધ્યા સમયે માતાના આ સ્વરુપનું ધ્યાન ધરવું જોઈએ. આ છઠ્ઠા દિવસે લીલા રંગના વસ્ત્રો ધારણ કરવા શુભ રહેશે.

સપ્તમી તિથિએ કાલરાત્રિ

નવરાત્રિની સપ્તમીના દિવસે મા કાલી રાત્રિની પૂજા કરવાની પરંપરા છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને તેના શત્રુઓનો નાશ થાય છે. આ સાતમા દિવસે ભૂખરા રંગના વસ્ત્રો ધારણ કરવા શુભ રહેશે.

અષ્ટમી તિથિએ મહાગૌરી

દેવીનું આઠમું સ્વરૂપ મા ગૌરી છે. આસો માસના શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે તેમની પૂજા કરવાની પરંપરા સદીઓથી ચાલતી આવે છે. આખી દુનિયામાં, સનાતની હિન્દુઓ માટે આ દિવસ વિશેષ મનાય છે. મહાગૌરીની પૂજા કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને ચહેરાનું તેજ વધે છે, સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે તથા શત્રુઓનો નાશ થાય છે. આ આઠમા દિવસે જાંબલી રંગના વસ્ત્રો ધારણ કરવા શુભ રહેશે.

નવમી તિથિએ સિદ્ધિદાત્રી

નવરાત્રિની નોમના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. તેમની ઉપાસના કરવાથી વ્યક્તિ અણિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, કીર્તિ, ઈશિત્વ, દૂર શ્રવણ, પરકાયા પ્રવેશ, વાણી સિદ્ધિ, અમરત્વ, ભાવનાત્મક સિદ્ધિ વગેરે જેવી તમામ સિદ્ધિઓ તથા સુખ-સંપત્તિ પ્રાપ્ત કરે છે. આ નવમા દિવસે મોરપિચ્છ રંગના વસ્ત્રો ધારણ કરવા શુભ રહેશે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શ્રાદ્ધપક્ષમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાયો, પૂર્વજોને તૃપ્ત કરો…

આ પણ વાંચો:

આ પણ વાંચો: