Dharm & Bhakti: હિન્દુ સનાતન ધર્મ (Hindu Religion)માં પિતૃઓનું ઘણું મહત્વ છે. જે પરિવારો પર પિતૃઓ પ્રસન્ન હોય છે એમના ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે. ઘણી વખત જન્મ કુંડળીમાં પિતૃ દોષ હોવાથી જીવનમાં નાણાકીય સમસ્યાઓ, કાર્યોમાં વિઘ્નો અને સંતાન સુખમાં વિલંબ થાય છે. પિતૃદોષ (Pitrudosh)નું મુખ્ય કારણ છે પૂર્વજોનો આત્મા અસંતુષ્ટ હોય, એમની ઇચ્છા અધૂરી રહી ગઇ હોય અથવા તો વેળાસર એમનું શ્રાદ્ધ (Shraddh) કે તર્પણ કરવામાં ન આવ્યું હોય. અમુક સરળ ઉપાયો (Remedies) અપનાવવાથી પિતૃદોષના દુષ્પ્રભાવોને દૂર કરી શકાય છે અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે.
ધાર્મિક માન્યતાનુસાર, પિતૃદોષ જીવનમાં ઘણી જ સમસ્યાઓનું સર્જન કરી શકે છે પરંતુ, જો આપણે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક એમનું સ્મરણ કરીએ, એમને અન્ન તથા જળ આદર સહિત અર્પણ કરીએ તો આ દોષનું શમન થઇ શકે છે.
પિતૃદોષ શાંતિ માટેના ઉપાયો
પીપળાના વૃક્ષની પૂજા
પીપળાના વૃક્ષ (Peepal Tree)ને પૂર્વજોનું પ્રતીક માનવામાં આવે છે. દર શનિવારે પીપળાના વૃક્ષ કે જેને સંસ્કૃતમાં ‘અશ્વથ’ પણ કહે છે, એને પાણી આપવું જોઇએ અને એની સાત વખત પ્રદક્ષિણા કરવી જોઇએ. આમ કરવાથી પિતૃદોષનો પ્રભાવ ઓછો થાય છે.

પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ
શ્રાદ્ધના 16 દિવસો દરમિયાન, શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવું જોઇએ. પૂર્વજોને જળ અર્પણ કરીને એમના આત્માની સદગતિ માટે પ્રાર્થના કરવી જોઇએ.
અમાવસ્યાએ આ ઉપાય કરો
સર્વપિતૃ અમાસ (Sarv Pitru Amavasya)ના દિવસે તથા વર્ષની તમામ અમાવસ્યાએ, ગરીબો તથા બ્રાહ્મણોને વસ્ત્ર અને અન્ન-જળનું દાન કરવું જોઇએ. શનિવારે અને ખાસ કરીને, અમાસે પીપળાના વૃક્ષ નીચે જળ ચડાવવું અને દીવો પ્રગટાવવાથી પિતૃદોષનું શમન થાય છે.

ગાયને ગોળ-રોટલી ખવડાવો
શ્રાદ્ધના દિવસોમાં ગાયને રોટલી, ગોળ કે લીલું ઘાસ ખવડાવવાથી પૂર્વજોનો આત્મા પ્રસન્ન અને તૃપ્ત થાય છે.

કીડી અને કાગડાને ભોજન કરાવો
એવી માન્યતા છે કે આપણા પિતૃઓ વર્ષમાં એક વાર આપણને આશીર્વાદ આપવા માટે કાગડાનું રુપ લઇને આવે છે. શ્રાદ્ધના સોળ દિવસ કાગડાને ખીર-પુરીનું ભોજન અવશ્ય કરાવવું જોઇએ. કીડીઓને પણ ખવડાવવાથી આ દોષનું શમન કરી શકે છે, આ માટે લોટની ગોળીઓ બનાવીને એમના દર પાસે મૂકવી જોઇએ. આખું વર્ષ આ રીતે કરવાથી પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:ગણેશજી સપનામાં આવે તો એનો શો છે અર્થ? જાણીએ, શું કહે છે સ્વપ્નશાસ્ત્ર…
આ પણ વાંચો:બુધવારે કરજો આ 5 ઉપાય, ગણેશજી દૂર કરશે તમારા તમામ વિઘ્નો
