Hill Stations near Delhi with snow in May: મે મહિનાની શરૂઆત થતા જ મેદાની વિસ્તારોમાં ભીષણ ગરમી પડવા લાગે છે. આવા સમયે દરેક વ્યક્તિ એવી જગ્યાએ જવા માંગે છે જ્યાં ઠંડક (Hill Stations) હોય અને જો બરફ જોવા મળી જાય તો મજા બમણી થઈ જાય છે. સામાન્ય રીતે ઉનાળામાં બરફ પીગળી જતો હોય છે, પરંતુ ભારત પાસે હજુ પણ એવા કેટલાક ઊંચાઈ પર આવેલા હિલ સ્ટેશન છે જ્યાં મે મહિનામાં પણ તમને બરફની સફેદ ચાદર જોવા મળી શકે છે. ચાલો જાણીએ એવા 5 સ્થળો વિશે જ્યાં તમે આ ઉનાળામાં બરફનો લુત્ફ ઉઠાવી શકો છો.
રોહતાંગ પાસ, હિમાચલ પ્રદેશ
મનાલીથી અંદાજે 50 કિમી દૂર આવેલું રોહતાંગ પાસ મે મહિનામાં બરફ જોવા માટેનું સૌથી વિશ્વસનીય સ્થળ છે. સમુદ્ર સપાટીથી 13,000 ફૂટની ઊંચાઈ પર હોવાને કારણે અહીં આખું વર્ષ બરફની મોટી ચાદરો પથરાયેલી હોય છે. અહીં તમે સ્કીઈંગ, સ્નો-બાઇકિંગ અને સ્નો બોર્ડિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીઝ કરી શકો છો. ખાસ યાદ રાખવું કે અહીં જવા માટે અગાઉથી પરમિટ લેવી જરૂરી છે.
સ્પિતિ વેલી, હિમાચલ પ્રદેશ
જો તમે ભીડભાડથી દૂર કોઈ શાંત જગ્યા શોધી રહ્યા હોવ, તો સ્પિતિ વેલી સ્વર્ગ સમાન છે. તેની અત્યંત ઊંચાઈને કારણે અહીં મે મહિનામાં પણ કડકડતી ઠંડી અને બરફ મળી રહે છે. અહીંનું કાઝા ગામ, કી મઠ અને ચંદ્રતાલ લેક પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. અહીં પહોંચવું થોડું મુશ્કેલ છે, પરંતુ ત્યાંના નજારા તમારી બધી મહેનત વસૂલ કરી દેશે.
કુફરી, શિમલા
શિમલાની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે કુફરી Hill Stations એક જાણીતું નામ છે. જોકે મે મહિનામાં શિમલામાં બરફ નથી હોતો, પરંતુ કુફરીની વધુ ઊંચાઈને કારણે મે મહિનાની શરૂઆતમાં અહીં હળવો બરફ જોવા મળી શકે છે. જો વાતાવરણમાં ઠંડક હોય તો અહીં હળવી હિમવર્ષાનો અનુભવ પણ થઈ શકે છે. ફેમિલી ટ્રિપ માટે આ એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે.
તવાંગ, અરુણાચલ પ્રદેશ
દિલ્હીથી આ Hill Stations થોડું દૂર છે, પરંતુ જો તમે મે મહિનામાં ભરપૂર બરફ અને આધ્યાત્મિક શાંતિ ઈચ્છતા હોવ તો તવાંગ શ્રેષ્ઠ છે. 10,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત આ સ્થળ તેના સુંદર મઠો (Monastery) અને માધુરી લેક માટે જાણીતું છે. ઉનાળામાં પણ અહીંના ઊંચા પહાડો પર બરફ જળવાઈ રહે છે.
ઓલી Hill Stations , ઉત્તરાખંડ
ઉત્તરાખંડનું ઓલી (Hill Stations) તેના સ્કીઈંગ સ્લોપ્સ માટે પ્રખ્યાત છે. જોશીમઠની નજીક આવેલી આ જગ્યાએથી નંદા દેવી અને ત્રિશૂલ જેવા હિમાલયના શિખરોનો અદભૂત નજારો જોવા મળે છે. મે મહિનામાં પણ અહીંની ઊંચી ચોટીઓ બરફથી ઢંકાયેલી રહે છે. જો તમારું નસીબ સારું હોય તો મે મહિનાની શરૂઆતમાં તમે અહીં લાઈવ સ્નોફોલ પણ જોઈ શકો છો.
આ પણ વાંચો:ભીડભાડથી દૂર શાંતિની શોધમાં છો? ઋષિકેશથી લઈને જીરો વેલી સુધી, આ જગ્યાઓ સોલો ટ્રાવેલર્સ માટે છે બેસ્ટ
આ પણ વાંચો: ભારતના 5 સૌથી શક્તિશાળી કિલ્લાઓ: જેની દીવાલોમાં આજે પણ ગુંજે છે વીરોની ગાથાઓ!





