Ahmedabad News/ ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ-2026નો પ્રારંભ

Ahmedabad News : વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી દ્વારા આજથી ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’(Science Carnival)નો રાજ્યના મુખ્યસચિવ એમ. કે. દાસના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. 29મી માર્ચ, 2026 સુધી ચાલનારા આ કાર્નિવલનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવવો અને ખાસ કરીને યુવાનોને વિજ્ઞાન પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે. મુખ્યસચિવ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી […]

Gujarat Ahmedabad
આજથી ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’(Science Carnival)નો રાજ્યના મુખ્યસચિવ એમ. કે. દાસના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Ahmedabad News : વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી દ્વારા આજથી ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’(Science Carnival)નો રાજ્યના મુખ્યસચિવ એમ. કે. દાસના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. 29મી માર્ચ, 2026 સુધી ચાલનારા આ કાર્નિવલનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવવો અને ખાસ કરીને યુવાનોને વિજ્ઞાન પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે.

મુખ્યસચિવ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગનાં સચિવ પી. ભારતી, ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના વડા નિલેશ દેસાઈ સહિતના મહાનુભાવોએ આ પ્રસંગે આયોજિત વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી અને વિદ્યાર્થીઓ તથા ઇનોવેટર્સ સાથે સંવાદ પણ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આશરે 92 જેટલી વૈજ્ઞાનિક સંસ્થાઓ અને ઇનોવેટર્સ દ્વારા અહીં પોતાનાં સંશોધનો રજૂ કરવામાં આવ્યાં છે. જેમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન-ISRO, IPR, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી-PRL, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન-IOCL અને CSIR જેવી કેન્દ્ર સરકારની નામાંકિત સંસ્થાઓ પણ ભાગ લઈ રહી છે.

આ ઉપરાંત, માઇક્રોન કંપની દ્વારા STEM અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત ખાસ સ્ટોલ્સ રજૂ કરવામાં આવ્યા છે. પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન જેવા ગંભીર વિષયો પર પણ વિશેષ પ્રદર્શનોનો સમાવેશ કરાયો છે.

સાયન્સ કાર્નિવલ(Science Carnival)ના અન્ય મુખ્ય આકર્ષણોમાં મુલાકાતીઓ માટે વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે:

* પ્રદર્શનો અને વર્કશોપ: વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શન તેમજ વૈજ્ઞાનિક વર્કશોપ
* મનોરંજન અને જ્ઞાન: સાયન્સ ક્વિઝ, ડ્રોન શો, સાયન્સ ડ્રામા અને 3D રંગોળી
* ખાસ પ્રવૃત્તિઓ: નાઈટ સ્કાય ઓબ્ઝર્વેશન, હોલ ઓફ ફેમ પ્રદર્શન અને વૈજ્ઞાનિક ફિલ્મોનું પ્રદર્શન

સાયન્સ કાર્નિવલ(Science Carnival)નો હેતુ વિદ્યાર્થીઓ માટે પુસ્તકીયા જ્ઞાનથી આગળ વધીને પ્રયોગાત્મક અને અનુભવ આધારિત શિક્ષણ મેળવવાની એક સુવર્ણ તક આપવાનો છે. જેમાં રાજ્યભરમાંથી 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિજ્ઞાનપ્રેમીઓ મુલાકાત લેશે તેવી અપેક્ષા પણ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

આ પ્રસંગે સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વી.કે. પટેલ, અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વિજ્ઞાનપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : અમદાવાદ સાયન્સ સિટીમાં ‘નેશનલ STEM ક્વિઝ-4.0’નો ગ્રાન્ડ ફિનાલે

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘મન કી બાત’માં અમદાવાદ સાયન્સ સિટીનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ

આ પણ વાંચો : સ્પેસ થીમ, 50 મીટર ઉપર સુધી જશે પાણી, સાયન્સ સિટીમાં દેશનો સૌથી મોટો ફાઉન્ટેન શો