Not Set/ બનાસકાંઠાઃ નર્મદા નહેરમાં યુવક-યુવતીનાં તરતા મૃતદેહ દેખાતા ચકચાર

બનાસકાંઠા પર ફરી કલંક લગાડતો કિસ્સો સામે આવ્યો છે. બનાસનાં થરાદ તાલુકાની મુખ્ય નર્મદા નહેરમાં યુવક અને યુવતીનાં મૃતદેહ એક સાથે તરતા દેખાતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. યુવક-યુવતીના મૃતદેહ સાથે મળી આવતા અજાણ્યા યુવક અને યુવતી દ્રારા આપઘાત કરવામાં આવ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે ત્યારે સાથે સાથે આપધાતનું કારણ ફરી પ્રેમ પ્રકરણ […]

Top Stories Gujarat Others

બનાસકાંઠા પર ફરી કલંક લગાડતો કિસ્સો સામે આવ્યો છે. બનાસનાં થરાદ તાલુકાની મુખ્ય નર્મદા નહેરમાં યુવક અને યુવતીનાં મૃતદેહ એક સાથે તરતા દેખાતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. યુવક-યુવતીના મૃતદેહ સાથે મળી આવતા અજાણ્યા યુવક અને યુવતી દ્રારા આપઘાત કરવામાં આવ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે ત્યારે સાથે સાથે આપધાતનું કારણ ફરી પ્રેમ પ્રકરણ હોવાનું જોવામાં આવી રહ્યું છે.


યુવક-યુવતીના મૃતદેહો દોલતપુરાનાં જમડાનાં પુલ વચ્ચે નજરે આવ્યા હતા. બન્નેએ હાથે દુપટો બાંધી નહેરમાં ઝંપલાવ્યું હોવાની આશંકા જોવામાં આવી રહી છે. યુવક-યુવતીના મૃતદેહ તરતા મળી આવતા સ્થાનિક રાહદારીઓ નર્મદા નહેર પર એકઠાં થઇ ગયા હતા.

નગર પાલીકા અને પોલીસને જાણ  કરવામા આવતા પાલીકાની ફાયર ટીમ દ્રારા બન્નેના મૃતદેહ બહાર કાઢ્યા બાદ પોસ્ટ મોર્ટમ માટે ખશેડવામાં આવ્યા છે.  સમગ્ર ઘટનાની તપાસ હાલ થરાદ પોલીસ કરી રહી છે ત્યારે  આવા કિસ્સા સામાજીક જીવન માટે કલંક રુપ હોય લોકોમાં ચકચાર જોવા મળી રહ્યો છે. આ વિકસીત યુગમાં પણ પ્રેમ પ્રકરણથી લોકો આત્મહત્યા કરવા મજબુર છે તે જ આપણા સમાજનો અરીસો સ્પષ્ટ  કરે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.