Not Set/ ભણવાનું કહેવુ મા-બાપને પડ્યું ભારે, 13 વર્ષનાં પુત્રએ કરી આત્મહત્યા

દ્વારકામાં 13 વર્ષના કિશોરે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ વરવાળા ગામે પિતાએ પોતાનાં વહાલ સોયાને તેના જ ભવિષ્ય માટે શાળાએ ભણવા જવાનું કહેતા આપઘાત કર્યો હતો. બાળકે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ […]

Top Stories Gujarat Others

દ્વારકામાં 13 વર્ષના કિશોરે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ વરવાળા ગામે પિતાએ પોતાનાં વહાલ સોયાને તેના જ ભવિષ્ય માટે શાળાએ ભણવા જવાનું કહેતા આપઘાત કર્યો હતો. બાળકે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યાની ઘટનાથી સમગ્ર પંથક અને નાનકડા વરવાડા ગામમાં માતમનું વાતાવરણ છવાય ગયું છે. ત્યારે હાલ રોજ બરોજ આકાર લેવી આવી દુર્ધટના સમાજ માટે એક લાલબત્તી રૂપ કિસ્સો છે તે પણ ધ્યાન કેન્દ્રીત કરે છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.