Not Set/ 33 કરોડનું કૌભાંડ આચરનાર બેની ધરપકડ, ગુજરાતના વિવિધ શહેરોમાંથી ખંખેર્યા રૂપિયા

પંચમહાલ, ગુજરાતના વિવિધ શહેરોમાં કંપનીની બ્રાન્ચ ખોલવામાં આવી હતી. જેમાં લોકોને 10 ટકા લેખે વ્યાજ આપવાની લાલચ આપી ગુજરાત ઉપરાંત દેશભરમાં કૌભાંડ આચરનાર ગેંગનો કાલોલ પોલીસે પર્દાફાશ કર્યો હતો. પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૬માં રિયલ ઇન્ડિયા સુરક્ષા નિધિ લિમિટેડ અને રિયલ ઇન્ડિયા મ્યુચ્યુઅલ બેનિફિટ લિમિટેડ કંપનીના  ૨૬ લાખ ઉપરાંત થાપણ તરીકે મેળવી પરત […]

Top Stories Others

પંચમહાલ,

ગુજરાતના વિવિધ શહેરોમાં કંપનીની બ્રાન્ચ ખોલવામાં આવી હતી. જેમાં લોકોને 10 ટકા લેખે વ્યાજ આપવાની લાલચ આપી ગુજરાત ઉપરાંત દેશભરમાં કૌભાંડ આચરનાર ગેંગનો કાલોલ પોલીસે પર્દાફાશ કર્યો હતો.

પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૬માં રિયલ ઇન્ડિયા સુરક્ષા નિધિ લિમિટેડ અને રિયલ ઇન્ડિયા મ્યુચ્યુઅલ બેનિફિટ લિમિટેડ કંપનીના  ૨૬ લાખ ઉપરાંત થાપણ તરીકે મેળવી પરત નહિ કર્યાની ચીટ ફંડની ફરિયાદ નોંધાઈ હતી.

જે ફરિયાદના આધારે આ બંને કંપનીના ડિરેક્ટરની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ચીટ ફંડના મુખ્ય સૂત્રધાર મનાતો આ બન્ને કંપનીનો સીએમડી પ્રદીપકુમાર ઉપદેશ કુમાર ગુપ્તાની કાલોલ પોલીસ દ્વારા ઉત્તર પ્રદેશના લખનઉ ખાતેથી તેના સાગરીત સાથે ધરપકડ કરવામાં આવી હતી.

આ બંને આરોપીઓને કાલોલ પોલીસ દ્વારા લખનઉ ખાતેથી કાલોલ લાવવામાં આવ્યા હતા. કાલોલના એક જાગૃત રોકાણકાર દ્વારા આ અંગેની ફરિયાદ કરતા આ આંતર રાજ્ય ચિટ ફંડ કૌભાંડ બહાર આવ્યું છે.