ગાંધીનગર,
કોંગ્રેસથી છેડો ફાડી ચુકેલાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જવા માટે પ્રયત્નશીલ હોય તેવા અવારનવાર સંકેતો મળી રહ્યાં છે.ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે અલ્પેશ ઠાકોરે સોમવારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે બેઠક કરી હતી.
અલ્પેશ ઠાકોર સાથે કોંગ્રેસના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પર હાજર રહ્યા હતા.અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે 20 મિનિટ મુલાકાત કરી હતી.જો કે આ મુલાકાત બંધ બારણે થઇ હોવાથી તેને લઇને કોઇ મહત્વની વિગતો સામે નહોતી આવી.આ મુલાકાત પછી બંને ધારાસભ્યોએ ભાજપમાં જોડાવવા અંગે કોઇ પ્રતિક્રિયા આપી નહોતી.
લોકસભાની ચૂંટણી પરિણામ બાદ અલ્પેશ ઠાકોરની નીતિન પટેલ સાથેની મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર જગાવ્યું છે.ત્યારે ફરી એક વખત અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય રદ કરવા માટે કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરી હતી. કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ ફરી વાર રજૂઆત કરી અલ્પેશ ઠાકોર મુદ્દે કોંગ્રેસની કાર્યવાહી તેજ કરી છે. તેવામાં અલ્પેશ અને નીતિન પટેલની મુલાકાત ખુબ જ મહત્વની માની શકાય અને આ મુલાકાત રાજનીતિના રંગમાં શું પરિવર્તન લાવે છે તે જોવાનું રહ્યું.
