Mehsana News: મહેસાણા જિલ્લાના કડી શહેરમાં વીજ વિભાગ સાથે જોડાયેલ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. છત્રાલ રોડ સ્થિત વીજ કચેરી સાથે સંકળાયેલા એક કર્મી દ્વારા ગ્રાહકોના કાપેલા કનેક્શન (Electricity connection) ગેરરીતે ફરી ચાલુ કરીને રૂપિયા ઉઘરાવ્યાનો આરોપ લાગ્યો છે.
130 ગ્રાહકોને બનાવ્યા શિકાર, રૂ. 1.29 લાખની ઉઘરાણી
પ્રાથમિક માહિતી મુજબ, આરોપીએ કુલ 130 ગ્રાહકોના વીજ કનેક્શન (Electricity connection) ગેરકાયદેસર રીતે ફરી ચાલુ કરી આપ્યા હતા. બદલામાં દરેક પાસેથી રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. આ રીતે કુલ રૂ. 1.29 લાખની ઉઘરાણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પેટા કોન્ટ્રાક્ટર કર્મી સામે ફરિયાદ
આ સમગ્ર કૌભાંડમાં પેટા કોન્ટ્રાક્ટર કંપની સાથે જોડાયેલા કર્મી મંડલી ફૈજાનનું નામ સામે આવ્યું છે. આરોપ છે કે તેણે પોતાની સત્તાનો ગેરઉપયોગ કરીને આ ગેરરીતિ આચરી હતી.
Electricity connection: પોલીસમાં ગુનો નોંધાયો, તપાસ શરૂ
આ મામલે Kadi Police Station ખાતે સત્તાવાર રીતે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ગુનો દાખલ કરીને સમગ્ર કૌભાંડની તપાસ શરૂ કરી છે. આ ઘટના પછી વીજ વિભાગની કાર્યપદ્ધતિ અને મોનિટરિંગ સિસ્ટમ પર ગંભીર સવાલો ઉભા થયા છે. કાપેલા કનેક્શન ફરી ચાલુ થતા કોઈ તપાસ કેમ ન થઈ? ગ્રાહકો પાસેથી રોકડ વસૂલાત પર નિયંત્રણ કેમ ન હતું? પેટા કોન્ટ્રાક્ટર પર દેખરેખ કેટલી અસરકારક છે?
આ પણ વાંચો:રૂા.1000થી વધુનું વીજ બિલ રોકડમાં નહીં સ્વીકારાય
આ પણ વાંચો:પંજાબમાં વીજળીની ચિંતા કરનાર નવજોત સિદ્વુનું 8 લાખથી વધુનું વીજ બિલ બાકી
