Allahabad HC live-in relationship ruling 2026: અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં લિવ-ઈન રિલેશનશિપને લઈને આપવામાં આવેલા બે અલગ-અલગ આદેશોએ કાયદાકીય ગુંચવણ ઉભી કરી છે. એક તરફ કોર્ટે (High Court) સુરક્ષા આપવાનો ઈનકાર કર્યો છે, તો બીજી તરફ ધરપકડ પર રોક લગાવી છે. જોકે, કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે બંને કેસની પરિસ્થિતિ અને માંગવામાં આવેલી રાહત અલગ હોવાથી ચુકાદાઓ ભિન્ન છે.
કેસ 1: છૂટાછેડા વગર લિવ-ઈન એ ‘અપરાધ નથી’
જસ્ટિસ જે.જે. મુનીર અને જસ્ટિસ તરુણ સક્સેનાની ખંડપીઠે 25 માર્ચના રોજ એક મહત્વનો આદેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું કે, “જો કોઈ પરિણીત પુરુષ પુખ્ત વયની સ્ત્રી સાથે તેની સંમતિથી રહે છે, તો તે કોઈ ગુનો બનતો નથી.” આ કેસમાં અરજદારો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી, જેના પર કોર્ટે વચગાળાની રોક લગાવી દીધી હતી. કોર્ટના મતે બે પુખ્ત વ્યક્તિઓ પોતાની મરજીથી સાથે રહી શકે છે.
કેસ 2: સુરક્ષા આપવાનો High Courtનો ઈનકાર
આ પહેલા જસ્ટિસ વિવેક કુમાર સિંહની બેન્ચે એક અલગ કેસમાં કહ્યું હતું કે, પરિણીત સ્ત્રી કે પુરુષ પોતાના જીવનસાથીના જીવિત હોવા છતાં, છૂટાછેડા લીધા વગર અન્ય વ્યક્તિ સાથે કાયદેસર રીતે લિવ-ઈનમાં રહી શકે નહીં. આ કેસમાં અરજદારોએ પોલીસ સુરક્ષા માંગી હતી, જે આપવાનો કોર્ટે ઈનકાર કર્યો હતો. જોકે, કોર્ટે તેમને સુરક્ષા માટે સંબંધિત પોલીસ વડાનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
નિષ્ણાતો શું કહે છે?
અલ્હાબાદ હાઈકોર્ટ (High Court) બાર એસોસિએશનના પ્રમુખ રાકેશ પાંડેએ સ્પષ્ટતા કરી છે કે આ બંને કેસ દેખાવમાં સમાન લાગે છે પરંતુ તેની પ્રકૃતિ અલગ છે:
મુદ્દો 1 (સુરક્ષા): એક કેસમાં માત્ર પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું હતું. કોર્ટે માન્યું કે છૂટાછેડા વગરના આવા સંબંધોમાં સીધી સુરક્ષા આપવી વ્યવહારિક નથી.
મુદ્દો 2 (અપરાધ): બીજા કેસમાં મુખ્ય પ્રશ્ન એ હતો કે શું સાથે રહેવું એ ગુનો છે? કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 494 અને 495 મુજબ બીજી લગ્ન કરવા પર પ્રતિબંધ છે, પરંતુ સંમતિથી સાથે રહેવું (Live-in) એ ગુનો નથી.
કાયદા મુજબ, છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કરવા એ ગુનો છે, પરંતુ જો બે પુખ્ત વ્યક્તિઓ સંમતિથી સાથે રહેતા હોય, તો તેમને ગુનેગાર ઠેરવી શકાય નહીં. જોકે, આવા સંબંધોમાં કાયદાકીય રક્ષણ કે સુરક્ષા મેળવવી એ હજુ પણ કોર્ટના (High Court) વિવેકબુદ્ધિ પર નિર્ભર છે.
આ પણ વાંચો: પરિણીત પુરુષનું લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું ગુનો નથી, અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
આ પણ વાંચો:કર્ણાટકમાં હેવાનીયતની પરાકાષ્ઠા: પતિએ જાહેરમાં પત્નીનું ગળું કાપ્યું, પછી કાર નીચે કચડીને પતાવી દીધી


